ભાવનગર,તા.૧૧
રાજ્ય પરીક્ષા બોર્ડના નિર્દેશ મુજબ સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી અન્વયે ટેટ-૧ની પરીક્ષા લેવાશે.અલબત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ-૧ની પરીક્ષા કઈ તારીખે લેવામા આવશે.?તે અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ઘોષણા નહી કરાતા ઉમેદવારો ટેટ-૧ની પરીક્ષાની તીથીને લઈને મુંઝવણમાં મુકાઈ ગયા છે.જોકે કેટલાક જિલ્લામાં પરીક્ષાની તારીખ સાથેનો પરિપત્ર વાઈરલ થયો છે. વાઈરલ થયેલા આ પરિપત્ર સાથે શિક્ષણ વિભાગના આધિકારીક સૂત્રો સહમતી દર્શાવી નથી.
આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, રાજ્ય પરીક્ષા બોર્ડની સુચના અનુસાર સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા ટેટ-૧ પરીક્ષા યોજવા માટેની સ્થાનિક કક્ષાએ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.તૈયારી છતા પણ હજુ સુધી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ-૧ની પરીક્ષાને લઈને હજુ કોઈ સત્તવાર તારીખની જાહેરાત કરવામાં નહી આવી હોવાનું શિક્ષણ વિભાગના આધિકારીક સૂત્રોએ જણાવ્યુ હતું.જ્યારે બીજી તરફ ટેટ-૧ની પરીક્ષાની નિિૃત તારીખ દર્શાવતો શિક્ષણ વિભાગ દ્વારા કરવામા આવેલો પરિપત્ર વાઈરલ થયો છે.જોકે આ વાઈરલ થયેલા પરિપત્ર મામલે શિક્ષણ વિભાગના આધિકારક સૂત્રોએ અંતર જાળવીને જણાવ્યુ હતું કે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હજુ સુધી ટેટ-૧ની પરીક્ષાને લઈને કોઈ જ તીથી જાહેર કરવામાં આવી નથી.
No comments:
Post a Comment