1 of 3
નવી દિલ્હીઃ હવે 6 ડિજિટનો નંબર તમારૂ નવું સરનામું હશે. સરકાર તમારા ઘરનું ડિજિટલ એડ્રેસ તૈયાર કરશે. આના માટે સરકાર બીજુ આધાર લાવવાની તૈયારી કરી છે. આ ડિજિટલ એડ્રેસ દ્ધારા કોઇના માટે પણ તમારૂ ઘર કે કોઇ પણ એડ્રેસ લોકેટ કરવાનું ઘણું સરળ થઇ જશે. મેપમાયઇન્ડિયા કંપની ટેલીકોમ મિનિસ્ટ્રીની સાથે મળીને એક પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આને પોસ્ટ વિભાગના પોસ્ટમેન માટે તમારા ઘરને લોકેટ કરવામાં સુવિધા હશે.
એડ્રેસનો આધાર
મોદી સરકારના પ્લાન અનુસાર સરકાર દરેક વ્યક્તિના પોસ્ટલ એડ્રેસના વિકલ્પ તરીકે 6 ડિજિટનો કોડ એલોટ કરશે. આ કોડનું નામ ઇ લોક હશે. આ ઇ લોકની અસલી તાકાત એ છે કે જ્યારે કોઇ વ્યક્તિ, બિઝનેસમેન કે અધિકારી ઇ લોકને એન્ટર કરીને સર્ચ કરશે તે તેને તે જગ્યાએ સટીક મેપ લોકેશન દેખાશે. આના માટે મેપમાયઇન્ડિયાએ મેપમાયઇન્ડિયા ઇલોક જાહેર કર્યું છે.
પર્યટકો અને યાત્રિઓને મળશે મદદ
મેપમાયઇન્ડિયા તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર ઇલોકથી ભારતીય પર્યટકો અને મુસાફરોને પોતાનું ડેસ્ટિનેસન સર્ચ કરવા, નેવિગેટ કરવા અને શેર કરવામાં સરળતા રહેશે. આનાથી ઇ કોમર્સ, ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ અને ફિલ્ડ ઓપરેશનમાં કામ કરનારી કંપનીઓનો સમય અને નાણાં બચશે. આ કંપનીઓ ઓછા સમયમાં પ્રોડક્ટ અને સામાન સટીક ડેસ્ટિનેસન સુધી પહોંચાડી શકશે.
No comments:
Post a Comment