25 October 2017 | Updated : 06:02 PM, 25 October 2017
SHARE
મોબાઇલ નંબરને આધાર કાર્ડથી લિંક કરવું જરૂરી છે. સરકારના નિર્દેશાનુસાર જો તમે આ કામ 31 માર્ચ પહેલા ના કર્યું તો તમારો મોબાઇલ નંબર બંધ થઇ શકે છે.
મોબાઇલ નંબરને આધારથી લિંક હવે તમે ઘરે બેસીને કરી શકો છો. સરકાર જલ્દીથી આ નવી સુવિધા સામાન્ય લોકો માટે રજૂ કરી શકે છે.
મળતી માહિતી અનુસાર ટેલિકોમ મંત્રાલયએ ઘરે બેઠા મોબાઇલ નંબરને આધાર સાથે લિંક કરવાની રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે અને આવનારા બે ત્રણ દિવસની અંદર આ સંબંધમાં દિશા-નિર્દેશ રજૂ કરી શકે છે.
રિપોર્ટ અનુસાર ઘરથી જ મોબાઇલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવાની આ પ્રક્રિયાને 'OTP' દ્વારા પૂરી કરવામાં આવશે.
એના માટે એક નંબર રજૂ કરવામાં આવશે. જે લોકોએ પોતાના મોબાઇલ નંબરને આધાર સાથે લિંક કરવો હોય, એમને એની પર આધાર નંબર મેસેજ કરવો પડશે.
ત્યારબાદ આધારમાં નોંધણી કરેલ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. આ ઓટીપીને પણ એ જ નંબર પર મોકલવો પડશે. આ નંબરને મોકલતાં જ તમારો મોબાઇલ નંબર આધાર કાર્ડથી લિંક થઇ જશે.
હાલમાં તમારે મોબાઇલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે આધાર એનરોલમેન્ટ સેન્ટર જવું પડે છે. આ ઉપરાંત જો તમારો એક મોબાઇવ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે, તો એ જ રીતે તમે તમારો બીજો નંબર ઓનલાઇન લિંક કરી શકો છો.
No comments:
Post a Comment