18 ઓક્ટોબર 2017
JIOએ દિવાળીના તહેવાર પર ભારતીયો માટે કિફાયતી દર સાથેના નવા ધન ધના ધન પ્લાન આજે રજૂ કર્યા છે. નવા પ્લાનનો લાભ 19 ઓક્ટોબર 2017થી મળવાના ચાલુ થશે અને તમામ નવા ગ્રાહકો માટે તે ઉપલબ્ધ બનશે. અનલિમિટેડ ઓફરના ભાગરૂપે ગ્રાહકોને ફેર યુઝેસ પોલિસી હેઠળ હાઇસ્પીડ ડેટાના લાભ ઉપરાંત અનલિમિટેડ સ્થાનિક, એસ.ટી.ડી અને નેશનલ રોમિંગ પર વોઇસ કોલનો લાભ મળશે.
JIOના રૂ.499ના નવા પ્લાનમાં જિયો પ્રાઇમ ગ્રાહકો ત્રણ મહિના માટે રોજના 1 જી.બી. હાઇસ્પીડ ડેટા અને ત્યારબાદ ઘટેલી સ્પીડ સાથેના અનલિમિટેડ ડેટા અને JIO એપનો લાભ ચાલુ રહેશે.
આ દિવાળીએ JIOએ રૂ.149નો ડબલ ધમાકા પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન હેઠળ, હાલમાં બિલિંગ સાયકલમાં 2 જી.બી. ડેટા આપવામાં આવે છે, જે વધારીને 4 જી.બી. કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રાહકો નિઃશુલ્ક વોઇસ કોલિંગ અને જિયો એપ્સનો લાભ મેળવી શકે છે.
ડેટાનો વધારે ઉપયોગ કરતાં ગ્રાહકો માટે JIO રૂ.509નો નવો પ્લાન લઇને આવ્યું છે જેમાં 49 દિવસ સુધી દૈનિક 2 જી.બી. હાઇસ્પીડ ડેટાના ઉપયોગ સાથે કોલિંગ અને એપ્સની સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ પ્લાનમાં ડેટાના દર ઉદ્યોગમાં સૌથી ઓછા એટલે કે પ્રતિ જી.બી. રૂ.5.2નો લાભ ગ્રાહકોને મળી રહેશે.
જે લોકોને ડેટાનો વધારે ઉપયોગ રહેતો હોય તેમના માટે નોન-ફેર યુસેઝ પોલિસી સિવાયના પ્લાનમાં રૂ.999ના પ્લાનમાં ત્રણ મહિના સુધી 60 જી.બી. હાઇસ્પીડ ડેટા તથા રૂ.1999ના પ્લાનમાં 125 જી.બી. હાઇસ્પીડ ડેટા છ મહિના સુધી વાપરવા મળે છે. વાર્ષિક રૂ.4999નો પ્લાન લેનારા ગ્રાહકો આ સમયગાળામાં 350 જી.બી. ડેટાનો ઉપયોગ કરી શકે છે.
નાના મૂલ્યના રિચાર્જ માટે, JIOએ ખૂબ જ કિફાયતી દૈનિક અને સાપ્તાહિક પ્લાન રજૂ કર્યા છે, જેમાં ગ્રાહકોને દૈનિક રૂ.19, સાપ્તાહિક રૂ.52 અને માસિક રૂ.98માં નિઃશુલ્ક વોઇસ કોલ, એસ.એમ.એસ. તથા દૈનિક 0.15 જી.બી. ડેટાના વપરાશનો લાભ મળે છે.
પ્રાઇમ મેમ્બર્સ ત્રણ મહિના માટે રૂ. 459 ચૂકવીને અનલિમિટેડ ડેટાનો ઉપયોગ ચાલુ રાખી શકશેરૂ.149નો ડબલ ધમાકા પ્લાન રજૂ થયોલોકપ્રિય રૂ.399ના પ્લાનમાં 70 દિવસ સુધી અનલિમિટેડ વપરાશ ચાલુ રહેશે
No comments:
Post a Comment