દાહોદના રોઝમગામે ત્રણ મકાનો ભડકે સળગ્યા, ફસાયેલો પરીવાર સળગી જતા ત્રણના મોત, ત્રણ ઘાયલ
29 JAN, 2016
HOMEગુજરાતદાહોદદાહોદની આજમધ્ય ગુજરાત
દાહોદ, દાહોદના રોઝમગામે શોર્ટ શર્કીટથી આગ લાગતા ત્રણ મકાનો સળગીને ભસ્મી ભુત થયા જ્યારે આગની લપેટમાં આવેલા માતા, બે બાળકો ઘરમાંથી બહાર નહી નિકળી શકવાના કારણે સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે ઈજાગ્રસ્ત ત્રણ જણાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે.
દાહોદ શહેરથી આશરે 12 કીલોમીટર દૂર આવેલા રોઝમગામના હોળી ફળીયામા સવારના સાડા આઠ વાગ્યના સુમારે મકાનોમાં શોર્ટ સર્કીટથી આગ આગ લાગી હતી. મકાનમાં લાગેલી આગે પવન સાથે વિકરાળ સ્વરૂપ લેતા જોત જોતામાં લાઈનસર આવેલા ત્રણ મકાનો આગમાં સપડાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ગ્રામજનો દોડી આવીને મકાનો પર ચડી જઈને પાણી નાંખ્યુ હતું જેથી વધુ મકાનો આગની લપેટમાં આવતા બચી જવા પામ્યા હતા. ફાયર ઘટના સ્થળે તાત્કાલીક પહોચી ગયુ હતું પરંતુ બે કાબુ બનેલી આગના લીધે બીજા નંબરના શંકરભાઈ રાઠોડનું મકાન ચારેબાજુથી આગની લપેટમાં સપડાઈ ગયુ હતું. જેથી ઘરમાં રહેલી શંકરભાઈની પત્ની નિરૂબેન રાઠોડ, તેમની આઠ વર્ષની પુત્રી રીન્કલ અને 11 વર્ષનો પુત્ર રવી મકાનમાંથી બહાર નહી નિકળી શકવાના કરાણે સળગી જવાથી કમકમાટી ભર્યુ મોત થયું છે.જ્યારે પાડોશના મકાનના ત્રણ જણા દાઝી જતા તાત્કાલીક સારવારમાટે દવાખાને દાખલ કરાયા છે.ઘટનાની જાણ થતા દાહોદ મામલતદાર એન.એફ.વસાવા, તાલુકા વિકાસ અધિકારી સહીત સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે પહોચીને કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની તપાસ હાથ ધરી છે
No comments:
Post a Comment