એજ્યુકેશન નોલેજ બ્લોગમાં હર્ષિલ દરજી તમારૂ હાર્દિક સ્વાગત કરે છે.બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર..મો.નં-૯૪૨૯૩૨૫૮૨૧

Tuesday 10 October 2017

PAN CARD માં જૂની સહી કેવી રીતે બદલશો?

10 ઓક્ટોબર. 2017 16:13

આપણે આપણા મહત્વના ડોક્યુમેન્ટ્સ પર સહી કરતાં હોઇએ છીએ. લાઇસન્સ, વોટર આઇડી, આધાર કાર્ડ, પાન કાર્ડ આ દરેક વસ્તુમાં સહી ખૂબ જ જરૂરી છે. કેટલીક વખત એવું બનતું હોય છે કે કાર્ડ બનાવતી વખતે ડિજીટલ સહી થતી હોવાને કારણે સહી બરોબર થતી નથી અને આ સહી બીજા મહત્વપૂર્ણ સ્થાન પર સહી મેચ થતી નથી.

આજે અમે તમને આ આર્ટિકલમાં તમને જણાવીશું કે તમે PAN CARD માં જૂની સહીને બદલી શકો છો.

PAN CARD માં આવી રીતે બદલો સહી:

- PAN CARD માં પોતાની સહી બદલવા માટે સૌથી પહેલા NSDL ની વેબસાઇટ https://tin.tin.nsdl.com/pan/correctiondsc.html પર જવું પડશે.

- ત્યારબાદ તમે વેબસાઇટમાં સ્ક્રોલ કરીને જેવા નીચેની સાઇડ આવશો તો આવેદકની કેટેગરી ચેક કરીને સિલેક્ટ કરવી પડશે.

- કેટેગેરી સિલેક્ટ કર્યા બાદ તમને PAN એપ્લીકેશન ફોર્મ ભરવું પડશે અને સાથે નવી સહી પણ નાંખવી પડશે.

આખા ફોર્મને ધ્યાનથી વાંચતા દરેક મેનડેટરી ફીલ્ડને સત્ય સાથે ભરો, ફોર્મમાં એક વિકલ્પ આવશે Signature Mismatch જેની ઉપર તમારે ચેક આપવો પડશે. ફોર્મને ભર્યા બાદ તમારે 110 રૂપિયાનું પેમેન્ટ પણ કરવું પડશે. જે તમે ડેબિટ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેકિંગનો ઉપયોગ કરતાં કરી શકો છો. ફોર્મને સારી રીતે ભર્યા બાદ સબમિત પર ક્લિક કરી દો.

પેપરલેસ પેન એપ્લિકેશનમાં તમે તમારો ફોટો, સહી અને દસ્તાવેજ ઓનલાઇન અપલોડ કરી શકો છો અને દસ્તાવેજોને ભૌતિક પ્રસ્તુતીકરણની આવશ્યકતા નથી અને પાન કાર્ડ સહી પરિવર્તન પ્રક્રિયા અહીંયા પૂર્ણ થઇ જશે.

બધી પ્રક્રિયા પૂરી કર્યા બાદ બધા દસ્તાવેજોમાં સહી કરતાં એને ઓનલાઇન ફોર્મની સાથે આપવામાં આવેલા વિકલ્પ પર અપલોડ કરો.

ઓનલાઇન ભરેલા ફોર્મની પ્રિન્ટ, એકનોલેજમેન્ટની પ્રિન્ટ, સહી કરેલા બધા જરૂરી ડોક્યૂમેન્ટ અને પાસપોર્ટ સાઇઝના બે ફોટો પેકે કરીને Application for PAN CHANGE REQUEST -Acknowledgment Number લખવો પડશે. તમારે આ સરનામાં પર મોકલવો પડશે. આયકર પેન સર્વિસેજ યૂનિટ, એનએસડીએલ ઇ-ગર્વર્નેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, 5 મો માળ, મંત્રી સ્ટર્લિંગ , પ્લોટ નંબર 341, સર્વેક્ષણ સંખ્યા 997/8, મોડલ કોલોની, પુના-411016 પર મોકલવી પડશે.

No comments:

Post a Comment

આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online

સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...