એજ્યુકેશન નોલેજ બ્લોગમાં હર્ષિલ દરજી તમારૂ હાર્દિક સ્વાગત કરે છે.બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર..મો.નં-૯૪૨૯૩૨૫૮૨૧

Tuesday 19 December 2017

નામ ચર્ચામાં, વિકાસ રથના સારથી કોણ ?

SHARE

 

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત ભાજપે સત્તા મેળવી લીધી છે. જોકે હવે ગુજરાતના સીએમ કોણ બનશે. તે મુદ્દે ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફરીથી રિપીટ કરવા અંગે અસમંજસની સ્થિતિ નજરે પડી રહી છે.

ત્યારે ગુજરાતમાં કોઈ નવા ચહેરાને CM પદ માટે પસંદ કરવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ પાર્ટીને એવો ચહેરો જોઈએ છે જે ગુજરાતમાં પીએમ મોદીની લોકપ્રિયતાની બરાબરી ન કરી શકે તો કંઈ નહીં. પરંતુ ગુજરાતમાં ભાજપે જે વિકાસનો વિશ્વાસ આપ્યો છે. તેને પૂર્ણ કરી શકે.

જનતાની આશાઓ પર ખરા ઉતરે અને સાથે જ ભાજપના નેતાઓને સંગઠિત કરવામાં સક્ષમ હોય. સૂત્રોનું માનીએ તો મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીનું નામ સૌથી આગળ છે. સ્મૃતિ ઈરાની મજબૂત નેતૃત્વમાં પારંગત અને ગુજરાતી ભાષાના જાનકાર હોવાની સાથે પીએમ મોદીના વિશ્વાસ મંત્રીઓમાના એક છે.

તો બીજા નંબરે કેન્દ્રી માર્ગ પરિવહન, રાજમાર્ગ અને શિપીંગ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાનું નામ છે. માંડવિયા પાટીદાર નેતા હોવાની સાથે ખેડૂત અને જમીનથી જોડાયેલા નેતાઓમાં સામેલ છે. જ્યારે ત્રીજા નંબરે વજુભાઈ વાળાનું નામ ચર્ચાઈ રહ્યું છે. તે ક્ષત્રિય સમાજમાંથી આવે છે. અને હાલ કર્ણાટકના વર્તમાન રાજ્યપાલ છે.

વજુભાઈવાળા ધારાસભ્યથી લઈને વિધાનસભાના અધ્યક્ષ સુધીની જવાબદારીઓ નિભાવી ચુક્યા છે. સંગઠનમાં પણ સારી એવી પક્કડ ધરાવે છે. તો ચોથા નંબરે નીતિન પટેલનું નામ છે. નીતિન પટેલ હાલ નાયબ મુખ્યમંત્રીનું પદ ધરાવે છે. વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ નીતિન પટેલનું નામ સીએમની રેસમાં હતું.

જોકે ત્યારે તેમને નાયબ મુખ્યમંત્રી બનાવાયા હતા. નીતિન પટેલ પાટીદાર નેતામાં સારી પક્કડ ધરાવે છે. પાટીદાર અનામત આંદોલન વચ્ચે પણ તેઓ મહેસાણામાંથી વિજયી થયા છે.

CMની રેસમાં 4 નામ

➡નીતિન પટેલ 

➡મનસુખ માંડવિયા 

➡સ્મૃતિ ઇરાની 

➡વજુભાઇ વાળા 

Monday 18 December 2017

ચુટણીનું પરિણામ જોવ live કોઈ પણ તાલુકાનું

ચુટણી નું live રાઉન્ડ સાથે જોવ કોઈ પણ તાલુકા ના પરિણામ 

કરો ક્લિક નીચેની બ્લૂ લિંક

CLICK THIS LINK

Sunday 17 December 2017

ELECTION LIVE UPDATE S


CLICK HERE TO VIEW LIVE UPDATE

AAJATAK NEWS  :  CLICK HERE

INDIA TV  NEWS   CLICK HERE

TV9 GUJARATI LIVE    CLICK HERE

SANDESH NEWS LIVE    CLICK HERE

NEWS 18 INDIA             CLICK HERE

LIVE GUJARAT NEWS   CLICK HERE

Tuesday 12 December 2017

ટેટ-૧ની પરીક્ષાની તારીખ જાહેર નહીં થતા ઉમેદવારો મુંઝવણમાં

ભાવનગર,તા.૧૧

રાજ્ય પરીક્ષા બોર્ડના નિર્દેશ મુજબ સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી અન્વયે ટેટ-૧ની પરીક્ષા લેવાશે.અલબત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ-૧ની પરીક્ષા કઈ તારીખે લેવામા આવશે.?તે અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ઘોષણા નહી કરાતા ઉમેદવારો ટેટ-૧ની પરીક્ષાની તીથીને લઈને મુંઝવણમાં મુકાઈ ગયા છે.જોકે કેટલાક જિલ્લામાં પરીક્ષાની તારીખ સાથેનો પરિપત્ર વાઈરલ થયો છે. વાઈરલ થયેલા આ પરિપત્ર સાથે શિક્ષણ વિભાગના આધિકારીક સૂત્રો સહમતી દર્શાવી નથી.

આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, રાજ્ય પરીક્ષા બોર્ડની સુચના અનુસાર સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા ટેટ-૧ પરીક્ષા યોજવા માટેની સ્થાનિક કક્ષાએ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.તૈયારી છતા પણ હજુ સુધી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ-૧ની પરીક્ષાને લઈને હજુ કોઈ સત્તવાર તારીખની જાહેરાત કરવામાં નહી આવી હોવાનું શિક્ષણ વિભાગના આધિકારીક સૂત્રોએ જણાવ્યુ હતું.જ્યારે બીજી તરફ ટેટ-૧ની પરીક્ષાની નિિૃત તારીખ દર્શાવતો શિક્ષણ વિભાગ દ્વારા કરવામા આવેલો પરિપત્ર વાઈરલ થયો છે.જોકે આ વાઈરલ થયેલા પરિપત્ર મામલે શિક્ષણ વિભાગના આધિકારક સૂત્રોએ અંતર જાળવીને જણાવ્યુ હતું કે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હજુ સુધી ટેટ-૧ની પરીક્ષાને લઈને કોઈ જ તીથી જાહેર કરવામાં આવી નથી.

Sunday 3 December 2017

6 ડિજિટનો નંબર હશે તમારૂ નવું એડ્રેસ, સરકાર લાવી રહી છે બીજું આધાર


1 of 3

Next

નવી દિલ્હીઃ હવે 6 ડિજિટનો નંબર તમારૂ નવું સરનામું હશે. સરકાર તમારા ઘરનું ડિજિટલ એડ્રેસ તૈયાર કરશે. આના માટે સરકાર બીજુ આધાર લાવવાની તૈયારી કરી છે. આ ડિજિટલ એડ્રેસ દ્ધારા કોઇના માટે પણ તમારૂ ઘર કે કોઇ પણ એડ્રેસ લોકેટ કરવાનું ઘણું સરળ થઇ જશે. મેપમાયઇન્ડિયા કંપની ટેલીકોમ મિનિસ્ટ્રીની સાથે મળીને એક પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આને પોસ્ટ વિભાગના પોસ્ટમેન માટે તમારા ઘરને લોકેટ કરવામાં સુવિધા હશે.  

એડ્રેસનો આધાર 

મોદી સરકારના પ્લાન અનુસાર સરકાર દરેક વ્યક્તિના પોસ્ટલ એડ્રેસના વિકલ્પ તરીકે 6 ડિજિટનો કોડ એલોટ કરશે. આ કોડનું નામ ઇ લોક હશે. આ ઇ લોકની અસલી તાકાત એ છે કે જ્યારે કોઇ વ્યક્તિ, બિઝનેસમેન કે અધિકારી ઇ લોકને એન્ટર કરીને સર્ચ કરશે તે તેને તે જગ્યાએ સટીક મેપ લોકેશન દેખાશે. આના માટે મેપમાયઇન્ડિયાએ મેપમાયઇન્ડિયા ઇલોક જાહેર કર્યું છે.

પર્યટકો અને યાત્રિઓને મળશે મદદ 

મેપમાયઇન્ડિયા તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર ઇલોકથી ભારતીય પર્યટકો અને મુસાફરોને પોતાનું ડેસ્ટિનેસન સર્ચ કરવા, નેવિગેટ કરવા અને શેર કરવામાં સરળતા રહેશે. આનાથી ઇ કોમર્સ, ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ અને ફિલ્ડ ઓપરેશનમાં કામ કરનારી કંપનીઓનો સમય અને નાણાં બચશે. આ કંપનીઓ ઓછા સમયમાં પ્રોડક્ટ અને સામાન સટીક ડેસ્ટિનેસન સુધી પહોંચાડી શકશે.  

આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online

સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...