એજ્યુકેશન નોલેજ બ્લોગમાં હર્ષિલ દરજી તમારૂ હાર્દિક સ્વાગત કરે છે.બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર..મો.નં-૯૪૨૯૩૨૫૮૨૧

Wednesday 25 October 2017

વેરિફાય કરો પોતાનું SIM

25 October 2017 | Updated : 06:02 PM, 25 October 2017

SHARE

 

મોબાઇલ નંબરને આધાર કાર્ડથી લિંક કરવું જરૂરી છે. સરકારના નિર્દેશાનુસાર  જો તમે આ કામ 31 માર્ચ પહેલા ના કર્યું તો તમારો મોબાઇલ નંબર બંધ થઇ શકે છે.

મોબાઇલ નંબરને આધારથી લિંક હવે તમે ઘરે બેસીને કરી શકો છો. સરકાર જલ્દીથી આ નવી સુવિધા સામાન્ય લોકો માટે રજૂ કરી શકે છે. 

મળતી માહિતી અનુસાર ટેલિકોમ મંત્રાલયએ ઘરે બેઠા મોબાઇલ નંબરને આધાર સાથે લિંક કરવાની રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે અને આવનારા બે ત્રણ દિવસની અંદર આ સંબંધમાં દિશા-નિર્દેશ રજૂ કરી શકે છે. 

રિપોર્ટ અનુસાર ઘરથી જ મોબાઇલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવાની આ પ્રક્રિયાને 'OTP' દ્વારા પૂરી કરવામાં આવશે. 

એના માટે એક નંબર રજૂ કરવામાં આવશે. જે લોકોએ પોતાના મોબાઇલ નંબરને આધાર સાથે લિંક કરવો હોય, એમને એની પર આધાર નંબર મેસેજ કરવો પડશે. 

ત્યારબાદ આધારમાં નોંધણી કરેલ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. આ ઓટીપીને પણ એ જ નંબર પર મોકલવો પડશે. આ નંબરને મોકલતાં જ તમારો મોબાઇલ નંબર આધાર કાર્ડથી લિંક થઇ જશે. 

હાલમાં તમારે મોબાઇલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે આધાર એનરોલમેન્ટ સેન્ટર જવું પડે છે. આ ઉપરાંત જો તમારો એક મોબાઇવ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે, તો એ જ રીતે તમે તમારો બીજો નંબર ઓનલાઇન લિંક કરી શકો છો. 

Wednesday 18 October 2017

JIOની દિવાળી ગીફ્ટ, ફરી નવા ધનધનાધન પ્લાન સાથે કર્યો દિવાળી ધમાકો

18 ઓક્ટોબર 2017

JIOએ દિવાળીના તહેવાર પર ભારતીયો માટે કિફાયતી દર સાથેના નવા ધન ધના ધન પ્લાન આજે રજૂ કર્યા છે. નવા પ્લાનનો લાભ 19 ઓક્ટોબર 2017થી મળવાના ચાલુ થશે અને તમામ નવા ગ્રાહકો માટે તે ઉપલબ્ધ બનશે. અનલિમિટેડ ઓફરના ભાગરૂપે ગ્રાહકોને ફેર યુઝેસ પોલિસી હેઠળ હાઇસ્પીડ ડેટાના લાભ ઉપરાંત અનલિમિટેડ સ્થાનિક, એસ.ટી.ડી અને નેશનલ રોમિંગ પર વોઇસ કોલનો લાભ મળશે.

JIOના રૂ.499ના નવા પ્લાનમાં જિયો પ્રાઇમ ગ્રાહકો ત્રણ મહિના માટે રોજના 1 જી.બી. હાઇસ્પીડ ડેટા અને ત્યારબાદ ઘટેલી સ્પીડ સાથેના અનલિમિટેડ ડેટા અને JIO એપનો લાભ ચાલુ રહેશે.

આ દિવાળીએ JIOએ રૂ.149નો ડબલ ધમાકા પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન હેઠળ, હાલમાં બિલિંગ સાયકલમાં 2 જી.બી. ડેટા આપવામાં આવે છે, જે વધારીને 4 જી.બી. કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રાહકો નિઃશુલ્ક વોઇસ કોલિંગ અને જિયો એપ્સનો લાભ મેળવી શકે છે.

ડેટાનો વધારે ઉપયોગ કરતાં ગ્રાહકો માટે JIO રૂ.509નો નવો પ્લાન લઇને આવ્યું છે જેમાં 49 દિવસ સુધી દૈનિક 2 જી.બી. હાઇસ્પીડ ડેટાના ઉપયોગ સાથે કોલિંગ અને એપ્સની સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ પ્લાનમાં ડેટાના દર ઉદ્યોગમાં સૌથી ઓછા એટલે કે પ્રતિ જી.બી. રૂ.5.2નો લાભ ગ્રાહકોને મળી રહેશે.

જે લોકોને ડેટાનો વધારે ઉપયોગ રહેતો હોય તેમના માટે નોન-ફેર યુસેઝ પોલિસી સિવાયના પ્લાનમાં રૂ.999ના પ્લાનમાં ત્રણ મહિના સુધી 60 જી.બી. હાઇસ્પીડ ડેટા તથા રૂ.1999ના પ્લાનમાં 125 જી.બી. હાઇસ્પીડ ડેટા છ મહિના સુધી વાપરવા મળે છે. વાર્ષિક રૂ.4999નો પ્લાન લેનારા ગ્રાહકો આ સમયગાળામાં 350 જી.બી. ડેટાનો ઉપયોગ કરી શકે છે.

નાના મૂલ્યના રિચાર્જ માટે, JIOએ ખૂબ જ કિફાયતી દૈનિક અને સાપ્તાહિક પ્લાન રજૂ કર્યા છે, જેમાં ગ્રાહકોને દૈનિક રૂ.19, સાપ્તાહિક રૂ.52 અને માસિક રૂ.98માં નિઃશુલ્ક વોઇસ કોલ, એસ.એમ.એસ. તથા દૈનિક 0.15 જી.બી. ડેટાના વપરાશનો લાભ મળે છે.

પ્રાઇમ મેમ્બર્સ ત્રણ મહિના માટે રૂ. 459 ચૂકવીને અનલિમિટેડ ડેટાનો ઉપયોગ ચાલુ રાખી શકશેરૂ.149નો ડબલ ધમાકા પ્લાન રજૂ થયોલોકપ્રિય રૂ.399ના પ્લાનમાં 70 દિવસ સુધી અનલિમિટેડ વપરાશ ચાલુ રહેશે

Tuesday 10 October 2017

PAN CARD માં જૂની સહી કેવી રીતે બદલશો?

10 ઓક્ટોબર. 2017 16:13

આપણે આપણા મહત્વના ડોક્યુમેન્ટ્સ પર સહી કરતાં હોઇએ છીએ. લાઇસન્સ, વોટર આઇડી, આધાર કાર્ડ, પાન કાર્ડ આ દરેક વસ્તુમાં સહી ખૂબ જ જરૂરી છે. કેટલીક વખત એવું બનતું હોય છે કે કાર્ડ બનાવતી વખતે ડિજીટલ સહી થતી હોવાને કારણે સહી બરોબર થતી નથી અને આ સહી બીજા મહત્વપૂર્ણ સ્થાન પર સહી મેચ થતી નથી.

આજે અમે તમને આ આર્ટિકલમાં તમને જણાવીશું કે તમે PAN CARD માં જૂની સહીને બદલી શકો છો.

PAN CARD માં આવી રીતે બદલો સહી:

- PAN CARD માં પોતાની સહી બદલવા માટે સૌથી પહેલા NSDL ની વેબસાઇટ https://tin.tin.nsdl.com/pan/correctiondsc.html પર જવું પડશે.

- ત્યારબાદ તમે વેબસાઇટમાં સ્ક્રોલ કરીને જેવા નીચેની સાઇડ આવશો તો આવેદકની કેટેગરી ચેક કરીને સિલેક્ટ કરવી પડશે.

- કેટેગેરી સિલેક્ટ કર્યા બાદ તમને PAN એપ્લીકેશન ફોર્મ ભરવું પડશે અને સાથે નવી સહી પણ નાંખવી પડશે.

આખા ફોર્મને ધ્યાનથી વાંચતા દરેક મેનડેટરી ફીલ્ડને સત્ય સાથે ભરો, ફોર્મમાં એક વિકલ્પ આવશે Signature Mismatch જેની ઉપર તમારે ચેક આપવો પડશે. ફોર્મને ભર્યા બાદ તમારે 110 રૂપિયાનું પેમેન્ટ પણ કરવું પડશે. જે તમે ડેબિટ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેકિંગનો ઉપયોગ કરતાં કરી શકો છો. ફોર્મને સારી રીતે ભર્યા બાદ સબમિત પર ક્લિક કરી દો.

પેપરલેસ પેન એપ્લિકેશનમાં તમે તમારો ફોટો, સહી અને દસ્તાવેજ ઓનલાઇન અપલોડ કરી શકો છો અને દસ્તાવેજોને ભૌતિક પ્રસ્તુતીકરણની આવશ્યકતા નથી અને પાન કાર્ડ સહી પરિવર્તન પ્રક્રિયા અહીંયા પૂર્ણ થઇ જશે.

બધી પ્રક્રિયા પૂરી કર્યા બાદ બધા દસ્તાવેજોમાં સહી કરતાં એને ઓનલાઇન ફોર્મની સાથે આપવામાં આવેલા વિકલ્પ પર અપલોડ કરો.

ઓનલાઇન ભરેલા ફોર્મની પ્રિન્ટ, એકનોલેજમેન્ટની પ્રિન્ટ, સહી કરેલા બધા જરૂરી ડોક્યૂમેન્ટ અને પાસપોર્ટ સાઇઝના બે ફોટો પેકે કરીને Application for PAN CHANGE REQUEST -Acknowledgment Number લખવો પડશે. તમારે આ સરનામાં પર મોકલવો પડશે. આયકર પેન સર્વિસેજ યૂનિટ, એનએસડીએલ ઇ-ગર્વર્નેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, 5 મો માળ, મંત્રી સ્ટર્લિંગ , પ્લોટ નંબર 341, સર્વેક્ષણ સંખ્યા 997/8, મોડલ કોલોની, પુના-411016 પર મોકલવી પડશે.

Sunday 8 October 2017

વડનગરમાં મોદી live: વતનની મુલાકાતની એકએક મિનિટની અપડેટ


October 8, 2017 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. આજે તેમની મુલાકાતનો બીજો દિવસ છે. બીજા દિવસે  વડાપ્રધાન મોદી પ્રથમવાર વડનગર પધાર્યા છે. વડનગરમાં તેઓએ રૂ. 500 કરોડના ખર્ચે નિર્માણપામેલા હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું લોકાર્પણ કર્યું છે. વડાપ્રધાન મોદી આ સાથે મિશન ઈન્ટેંસિફાઈન્ડ ઈન્દ્રધનુષનું લોચિંગ પણ કર્યુંં છે. વડનગરમાં વડાપ્રધાન મોદીના રોડ શોમાં ભારે જનમેદની ઉમટી પડી છે.

હાઇલાઇટ્સ

મોદીની વડનગરની સભાની હાઇલાઇટ્સ

આજે હું મેડિકલ કોલેજના યુવાનોને મળ્યો. આજે સમાજને લોકોની સેવા કરે એવા વધારે ડોક્ટર્સની જરૂર છે.અમે સ્ટેન્ટની કિંમતો ઓછી કરી જેથી ગરીબો પણ ઓછી કિંમતે હૃદયને લગતી સમસ્યાની સારવાર કરાવી શકેબીજેપીમાં વાજપેયી સરકાર પછી 10 વર્ષ સુધી એવી સરકાર આવી જેને વિકાસ અને સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રત્યે નફરત હતીડોક્ટર કે સારો ખોરાક એ સારા સ્વાસ્થ્યની ગેરંટી નથી આપતું પણ સ્વચ્છતા એ ગેરંટી આપે છે.આવનારા દિવસોમાં વડનગર આકર્ષણનું કેન્દ્ર બનશેગરીબ માતાના બાળકોને સુરક્ષાની ગેરંટી આપીએતમામ મળીને ઇન્દ્રધનુષ યોજનાને સફળ બનાવવા મહેનત કરીએગુજરાતના પુરાતત્વવિદોએ બહુ મહેનત કરી છેચીનના રાષ્ટ્રપતિએ કહ્યું કે મારો ગુજરાત સાથે અલગ સંબંધહું માથું ઝુકાવીને નમન કરું છુંવડનગર 2500 વર્ષથી જીવિત મહત્વનું નગરદેશ માટે પહેલાંથી પણ વધારે મહેનત કરીશજુના મિત્રોના દાંત પણ નથી બચ્યાપુરાતત્વવિદોના આકર્ષણનું કેન્દ્ર છે વડનગરફરીથી નવી ઉર્જા લઈને જઈશહું જે કંઇપણ છું તે આ માટીના સંસ્કારને કારણેઆજે જુની સ્મૃતિઓને વાગોળીને હૃદયને આનંદ થયોવડાપ્રધાને કર્યું અનેક મહત્વની યોજનાઓનું ખાતમુહુર્તવડાપ્રધાને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત

સીએમ રૂપાણીની જાહેરાત : વીજબિલમાં મળશે 50 ટકાની રાહત જો…

October 8, 2017 

ગુજરાત સરકારે વીજબિલ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે લીધેલા એક નિર્ણય મુજબ રાજ્યમાં કાયમી ધોરણે કપાયેલાં વિવિધ કક્ષાના વીજજોડાણોવાળા ગ્રાહકોની બાકી લેણા રકમ પ્રત્યે ઉદાર અભિગમથી મોટો નિર્ણય લીધો છે. તેમણે માફી યોજના 2017 અન્વયે જાહેરાત કરી છે. બીપીએલ અને એપીએલ બંને કેટેગરીના ઘરવપરાશના વીજ ગ્રાહકો જો 3 માસની અંદર મુદ્દલની રકમ ભરી દે તો મુદ્દલની રકમમાં 50 ટકા માફી અને સંપૂર્ણ વ્યાજ માફી અપાશે.

સરકાર ખેતીવાડી ગ્રાહકોને પણ આવી જ સુવિધા આપશે. જો તેઓ ૩ માસની અંદર મુદ્દલની રકમ ભરી દે તો મુદ્દલની રકમમાં 50 ટકા માફી અને સંપૂર્ણ વ્યાજ માફીનો લાભ સરકાર આપશે. અન્ય તમામ કક્ષાના વીજ ગ્રાહકો જો 3 માસની અંદર મુદ્દલની સંપૂર્ણ રકમ ભરે તો વ્યાજમાં સંપૂર્ણ માફી મળશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આ જાહેરાત પછી રાજ્યના અંદાજે લાખો વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે અને અંદાજે રૂ.113 કરોડથી વધુની રકમની વ્યાજ માફી અપાશે. આ નિર્ણયથી પ્રજાજનોને પોતાના નામે વીજજોડાણ મળશે. કોર્ટમાં કરવામાં આવેલ દિવાની દાવાઓ પાછા ખેંચી લેવામાં આવશે. આ યોજના હેઠળ બીપીએલ અને નોન બીપીએલ ઘર વપરાશના ગ્રાહકો તેમજ ખેડૂતો બાકી વીજ બીલની પૂરેપૂરી રકમ નહીં પરંતુ 50 ટકા રકમ ભરી જવાબદારીમાંથી મુકિત મેળવી શકશે.

આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online

સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...