એજ્યુકેશન નોલેજ બ્લોગમાં હર્ષિલ દરજી તમારૂ હાર્દિક સ્વાગત કરે છે.બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર..મો.નં-૯૪૨૯૩૨૫૮૨૧

Friday 8 September 2017

હાઈક બાદ હવે WhatsApp માં મળશે ડિજીટલ પેમેન્ટ સર્વિસ

1. વ્હોટ્સએપ ડિજીટલ પેમેન્ટ સર્વિસ

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp ને ભારતમાં પેમેન્ટ સર્વિસ શરુ કરવાની મંજુરી મળી ગઈ છે, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ WhatsApp ને ડિજીટલ પેમેન્ટ માટે બેંકો સાથે પાર્ટનરશિપ કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. કંપની ઘણા લાંબા સમયથી ડીજીટલ પેમેન્ટ માટે અધિકારીઓ સાથે વાતચીત કરી રહી હતી.

વ્હોટ્સએપ હવે કેટલીક બેંકો સાથે પાર્ટનરશિપ કરશે. ત્યાર બાદ યુઝર્સને વ્હોટ્સએપ પર જ પૈસા ટ્રાન્સફર કરવાનો ઓપ્શન આપવામાં આવી શકે છે. તેના માટે યૂનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરવામાં આવશે.


2. વ્હોટ્સએપ ડિજીટલ પેમેન્ટ સર્વિસ

આ પહેલા ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ હાઈકે પણ એવા ડિજીટલ પેમેન્ટ ટ્રાન્સફરની શરૂઆત કરી છે. તેટલું જ નહી અમેરિકી ટેકનોલોજી દિગ્ગજ ગૂગલે UPI ની ટેસ્ટીંગ પૂરી કરી લીધી છે.

જોકે, ગૂગલે અત્યાર સુધી તેના માટે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાથી લીલી ઝંડી નથી મળી. દેશમાં ડિજીટલ પેમેન્ટ માટે ગૂગલને RBI તરફથી અપ્રૂવલની જરૂર પડશે.

3. વ્હોટ્સએપ ડિજીટલ પેમેન્ટ સર્વિસ

રિપોર્ટ્સ મુજબ, ફેસબુક અને વ્હોટ્સએપ બંને NPCI સાથે વાતચીત કરી રહી છે, જેથી ભારતમાં UPI પેમેન્ટ સર્વિસ લોન્ચ કરવામાં આવી શકે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનાં ડેટા મુજબ, ગયા મહિને UPI નો ઉપયોગ કરતા ૧૦ મિલિયનથી પણ વધારે ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા એટલે કે NPCI ભારતીય રિટેલ પેમેન્ટ સિસ્ટમની મુખ્ય કંપની છે.

4. વ્હોટ્સએપ ડિજીટલ પેમેન્ટ સર્વિસ

NPCI નાં એમડી અને સીઈઓએ કહ્યું છે કે, વ્હોટ્સએપ અને ગૂગલ જેવી કંપનીઓ મોટી છે અને તે કેટલીક બેંકો સાથે પાર્ટનરશીપ કરીને યુઝર્સને સરળતાથી પેમેન્ટ પ્રોસેસ આપી શકે છે. જોકે, તેઓએ કહ્યું છે કે, ગૂગલને અત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મંજૂરીની પ્રતીક્ષા છે.

હાલમાં જ વ્હોટ્સએપનો રોડમેપ સામે નથી આવ્યો, જેના પરથી જાણવા મળી શકે છે કે, તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે. પરંતુ આવનાર સમયમાં પેમેન્ટ લઈને સ્પષ્ટતા થશે.

No comments:

Post a Comment

આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online

સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...