એજ્યુકેશન નોલેજ બ્લોગમાં હર્ષિલ દરજી તમારૂ હાર્દિક સ્વાગત કરે છે.બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર..મો.નં-૯૪૨૯૩૨૫૮૨૧

Wednesday 9 August 2017

એક પછી એક બેન્કનો ગ્રાહકોને આંચકો આપવાનું ચાલુ, હવે એક્સિસ બેન્કના ગ્રાહકોને લાગશે ઝાટકો

Indian News 9 ઓગસ્ટ. 2017 18:14

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને બેન્ક ઓફ બરોડા બાદ હવે એક્સિસ બેન્કે પણ ગ્રાહકોને જોરદાર ઝાટકો આપ્યો છે. એક્સિસ બેન્કે બચત ખાતાની રૂ.50 લાખ સુધીની ડિપોઝિટ પરનો વ્યાજદર 0.5 ટકા ઘટાડી 3.5 ટકા કર્યો છે. જોકે, રૂ.50 લાખથી વધુની ડિપોઝિટ પર 4 ટકાનો વ્યાજદર યથાવત્ રહેશે. આ સાથે જ બચત ખાતાના વ્યાજદરમાં ઘટાડો કરનાર એક્સિસ ચોથી બેન્ક બની છે.

એક્સિસ બેન્કે જણાવ્યું હતું કે, બેન્કે રૂ.50 લાખ સુધીના બેલેન્સ પર બચત ખાતાનો વ્યાજદર 0.5 ટકા ઘટાડી 3.50 ટકા કર્યો છે. નવા વ્યાજદર 8 ઓગસ્ટ 2017થી અમલી બન્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં SBIએ રૂ.1 કરોડ અને એથી ઓછા બેલેન્સ પર બચત ખાતાનો વ્યાજદર 0.5 ટકા ઘટાડી 3.5 ટકા કર્યો હતો.

નોંધનીય છે કે બેન્ક ઓફ બરોડાએ રૂ.50 લાખ સુધીના બેલેન્સ પરનો વ્યાજ દર ઘટાડી 3.50 ટકા કર્યો છે. કર્ણાટક બેન્કે પણ સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજદર ઘટાડ્યા છે.

No comments:

Post a Comment

આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online

સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...