તમારું પાન કાર્ડ તો કયાંક રદ્દ નથી થઇ ગયું ને જરા તપાસી લેજો. કારણ કે કેન્દ્ર સરકારે 11.44 લાખથી વધુ પાન કાર્ડ નિષ્ક્રિય અથવા તો રદ્દ કરી દીધા છે. આ અંગેની માહિતી નાણાં રાજ્યમંત્રી સંતોષકુમાર ગંગવારે સંસદમાં આપી છે. તેમણે કહ્યું કે જ્યાં એક જ વ્યક્તિના એકથી વધુ પાન કાર્ડ આપી દેવામાં આવ્યા છે તેમના પાનકાર્ડ રદ્દ કરી દેવામાં આવ્યા છે.
તેમણે રાજ્યસભામાં લખેલા જવાબમાં કહ્યું, “27મી જુલાઇ સુધીમાં 11,44,2111 આવા પાન કાર્ડની ઓળખ કરાઇ હતી. પાન કાર્ડમાં જોવા મળ્યું કે કોઇ એક જ વ્યક્તિને એકથી વધુ વખત પાન કાર્ડ ઇશ્યૂ કરાયા છે. તો હવે આવા પાનકાર્ડને કા તો રદ્દ કરી દેવામાં આવ્યા અથવા તો નિષ્ક્રિય કરી દેવાયા છે.”
તેમણે કહ્યું કે “પાન ઇશ્યૂ કરવાનો નિયમ છે કે દરેક વ્યક્તિ એક પાન” સાથો સાથ તેમણે કહ્યું કે 27 જુલાઇ સુધી 1566 નકલી પાનની ઓળખ કરાઇ. એવામાં કેટલાંય લોકોના મનમાં આશંકા છે કે બંધ કરાયેલા પાન કાર્ડમાં તેમનું પાનકાર્ડ તો સામેલ નથી ને.
સૌથી પહેલાં ઇનકમ ટેક્સની વેબસાઇટ પર ક્લિક કરો. ત્યારબાદ સાઇટ પર KNOW YOUR PAN વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો. આપને જણાવી દઇએ કે કોઇપણ પ્રકારના લૉગિન કરવાની જરૂર નહીં પડે.
KNOW YOUR PAN પર ક્લિક કર્યા બાદ એક નવી વિન્ડો ઓપન થશે. અહીં એક ફૉર્મ મળશે. આ ફૉર્મમાં તમારું મિડલ નેમ, સરનેમ, અને ફર્સ્ટ નેમ ભરવું પડશે. ધ્યાનમાં રહે આ પાન કાર્ડમાં લખેલા નામ જેવું જ હોય. જો મિડલ નેમ ના હોય તો આ કૉલમને ખાલી છોડી દેજો. પાન કાર્ડમાં આપવામાં આવેલી જન્મની તારીખ નાંખો. સાથો સાથ મોબાઇલ નંબર વગેરે સબ્મિટ પર ક્લિક કરો. ત્યારબાદ મોબાઇલ નંબર પર એક કોડ આવશે. અંતમાં આ કોડને ઉમેરી સબ્મિટ કરો.
No comments:
Post a Comment