July 10, 2017
મોબાઇલ યૂઝર્સની સુરક્ષા ધ્યાનમાં રાખતા સરકારે દરેક મોબાઇલમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)ને જરૂરી કરી દીધી છે.
ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યૂનિકેશન્સે મોબાઇલ ફોન બનાવનારી દરેક કંપનીઓની માંગ નામંજૂર કરીને આદેશ આપ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે જે ફોનમાં GPSની જગ્યાએ બીજી કોઇ ટેક્નિકનો યૂઝ કરવામાં આવ્યો છે. કંપનીઓએ તે પણ કહ્યુ કે, GPS સિસ્ટમ ફોનમાં આપવાથી તેની કિંમતમાં 50% સુધીની વધારો થઇ શકે છે.
સરકારે સ્માર્ટફોનની સાથે સાથે ફિચર ફોનમાં GPSને અનિવાર્ય કરવાનો આદેશ આપ્યો છે કે 1 જાન્યુઆરી, 2018થી ભારતમાં વેચવામાં આવનારા દરેક ફોનમાં GPS હોવું જોઇએ. જેથી ઇમરજન્સીમાં યૂઝર્સને ટ્રૈક કરી શકાય.
ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન્સે આ આદેશ ઇન્ડિયન સેલ્યુઅર એસોસિયેશન (ICA) આપ્યો છે. તમને જણાવી દઇએ કે ફોનમાં GPS અનિવાર્ય કરવાનું વિચાર ICAએ જ ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન્સને આપ્યો હતો.
No comments:
Post a Comment