Jul 14,2017 6:20 PM IST
અમદાવાદ: રાજ્ય સરકારે શાળાકર્મીઓને સાતમાં પગારપંચનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી 5300 ગ્રાન્ટેડ શાળાઓના 70 હજાર કર્મચારીઓને લાભ મળશે. આ મહત્વપૂર્ણ જાહેર કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકારની આ જાહેરાતથી રાજ્યની તિજોરી પર 662 કરોડનો બોજો પડશે.
ખાસ કરીને શાળાકર્મીઓને એરિયર્સની ચુકવણી જુદા-જુદા 8 હપ્તામાં કરવામાં આવશે. આનો લાભ 1 જાન્યુઆરી 2016થી અપાશે, જ્યારે રાજ્ય સરકારે કરેલી જાહેરાતનો અમલ 1 ઓગસ્ટ, 2017થી થશે.
No comments:
Post a Comment