નમસ્કાર મિત્રો...
તમે કમ્પ્યુટરમાં કોઈપણ ફાઈલ બનાવતા હોય તો તે સાચવી રાખવા અથવા મોબાઈલમાં જોવા PDF પ્રકારની ફાઈલમાં Convert કરીએ છીએ. ખાસ કરીને શાળાના કામ માટે. આ માટે ઘણા સોફ્ટવેર ઉપલબ્ધ છે. પણ અહી તમારે કોઈ સોફ્ટવેરની જરૂર નથી. સોફ્ટવેર વગર જ MS Office માંથી જ PDF ફાઈલ બનાવી શકશો.
Micro Soft Office માં PDF બનાવવા માટે તમારે 934 kb સાઈઝનું એક Add-in ડાઉનલોડ કરવું પડશે.
આ Add-in ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
હવે આ ફાઈલ પર ડબલ ક્લિક કરી તેને Install કરો. એટલે થોડા સમયમાં થઈ જશે. હવે તમારી કોઈપણ Word, Excel કે PPT ફાઈલને ખોલો અથવા નવી બનાવો. ત્યારબાદ File પર ક્લિક કરતા Save As આવશે. તેમા માઉસ રાખતા PDF or XPS એવું હશે. તો ત્યા ક્લિક કરતા ફાઈલ PDF સ્વરૂપની બની જશે.
નોંધ લેશો કે ફાઈલને PDF બનાવતા પહેલા પેજ સેટઅપમાંથી પેજ સરખું સેટ કરવું અથવા પ્રિન્ટ પ્રિવ્યું જોઈ લેવો. આ પછીની પોસ્ટમાં મોબાઈલમાંથી જ આ કામ કેમ કરવું તેની માહિતી હવે મુકાશે.
No comments:
Post a Comment