એજ્યુકેશન નોલેજ બ્લોગમાં હર્ષિલ દરજી તમારૂ હાર્દિક સ્વાગત કરે છે.બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર..મો.નં-૯૪૨૯૩૨૫૮૨૧

Tuesday, 8 November 2016

નવી નોટને ૧૨૦ મીટર ઊંડે છુપાવેલી હશે તો પણ તેનું લોકેશન મળી જશે !

Wednesday, 09 Nov, 4.29 am



રૂ. ૨૦૦૦ની નવી નોટ બનાવવામાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે.બ્લેકમનીનું સર્જન રોકવાનાં હેતુથી તેને ચલણમાં મુકવામાં આવનાર છે.રૂ. ૨૦૦૦ની નવી નોટમાં બ્રેઈલ લિપિનું લખાણ પણ હશે તેથી પ્રજ્ઞાાચક્ષુ લોકો તેને સરળતાથી ઓળખી શકશે.રૂ. ૨૦૦૦ની દરેક નવી નોટ પર RFID ટેગ તરીકે ઓળખાતી ચીપ લગાવવામાં આવેલ છે.RFID ટેગની ઓળખ માટે કે પરખ માટે કોઈ પાવર સોર્સની જરૂર પડશે નહીં.RFID ટેગ માત્ર સિગ્નલ રિફલેક્ટર તરીકે કામ કરશે.RFID ટેગ વડે સંતાડેલી ચલણી નોટોનું લોકેશન સરળતાથી જાણી શકાશે.સેટેલાઈટ દ્વારા જ્યારે લોકેશન શોધવાની રિકવેસ્ટ મોકલવામાં આવશે ત્યારે જે તે લોકેશન પર આ નોટો સંતાડવામાં આવી હશે ત્યાંથી RFID ટેગ સિગ્નલને પાછા મોકલશે તેમજ નોટનો સિરિયલ નંબર પણ પાછો મોકલશે.આમ રૂ. ૨૦૦૦ની તમામ ચલણી નોટોનું લોકેશન સરળતાથી મેળવી શકાશે.RFID ટેગ દ્વારા જમીનની સપાટીથી ૧૨૦ મીટર ઉંડે સુધી નોટો છુપાવેલી હશે તો પણ તેનું લોકેશન સરળતાથી મેળવી શકાશે.RFID ટેગ ને નોટ પરથી સરળતાથી દૂર કરી શકાશે નહીં કે તેનો નાશ કરી શકાશે નહીં. તેની સાથે કોઈ જાતનાં ચેડાં કરી શકાશે નહીં. નોટને જ્યારે ડેમેજ કરવામાં આવે ત્યારે જ તે દૂર કરી શકાશે.સેટેલાઈટ દ્વારા કયા સ્થળે કેટલી સંખ્યામાં રૂ. ૨૦૦૦ની નવી નોટ છુપાવવામાં આવી છે તેની ચોક્કસ રકમ RFID ટેગથી જાણી શકાશે. બેન્કો અને નાણાં સંસ્થાઓ સિવાય અન્ય કોઈ સ્થળે લાંબા સમય માટે આવી નોટો છુપાવેલી હશે તો તેની ભાળ મેળવી શકાશે.વધુ તપાસ માટે આ અંગેની માહિતી આવકવેરા વિભાગને આપીને છુપાવેલા બ્લેકમની પકડી શકાશે કે તેની ભાળ મેળવી શકાશે. આમ બ્લેકમનીનું સર્જન રોકવામાં તે મદદ કરશે.મોદી સરકાર દ્વારા ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેની અસર આગામી સમયમાં દેખાશે પણ આરબીઆઈના જણાવ્યા પ્રમાણે છેલ્લાં છ વર્ષમાં તેને વિવિધ બેંકો દ્વારા ૩૨ લાખ જેટલી નકલી નોટો આપવામાં આવી હતી.

No comments:

Post a Comment

આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online

સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...