→ઓનલાઈન રેશનકાર્ડ મેળવવાની પ્રક્રિયા
→જાણો વિગતસરની માહિતી
રેશનકાર્ડ એ માત્ર ગરીબો માટે અનાજ કે અન્ય પુરવઠો લેવા માટેનું માધ્યમ નથી પરંતું પૈસાદાર લોકો માટે પણ રહેઠાણના પુરાવા તરીકે અતિ મહત્વનું રહેલું છે. જે માટે જ ગરીબી રેખાથી ઉપર જીવતા(એપીએલ) લોકો માટે ઓનલાઈન રેશનકાર્ડ ઘેરબેઠા આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. હાલ બારકોર્ડ રેશનકાર્ડ આપવા માટેની ચાલી રહેલી પ્રક્રિયામાં કાર્ડ આવવાની રાહ જોયા વગર ઘરે બેઠા કાર્ડ મેળવવા ઈચ્છતા એપીએલ કાર્ડ ઘારકો માટે પુરવઠા તંત્રએ એનઆઈસી ની મદદથી ખાસ સોફ્ટવેર બનાવ્યું છે.
જેમાં→www.ipds.gujarat.gov.in → વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી
ત્યાર બાદ લોગઈન થઈ દસ્તાવેજોની વિગતો આપવાથી ઘરે બેઠા ઓનલાઈન રેશનકાર્ડ મળી શકશે.
આ સુવિઘા બારકોર્ડ રેશનકાર્ડ માટેનું ફોર્મ ભરનાર કાર્ડઘારકને મળે તેમ હોય શહેર જિલ્લાના ૫.૫૫ લાખ કાર્ડઘારકો આ ખાસ સોફ્ટવેરનો લાભ લઈ શકશે. જેમાં બાયોમેટ્રીક પધ્ધતિથી જથ્થા વિતરણની વ્યવસ્થા ઉભી કરવાની ચાલી રહેલી કવાયતમાં સમય લાગી રહ્યો છે. જેના કારણે કેટલાક નાગરીકો ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.નાગરીકોની આવી મુશ્કેલી દૂર કરવા માટે પુરવઠા તંત્રએ એપીએલ કાર્ડ ઘારકો માટે ઓનલાઈન રેશનકાર્ડ આપવાની વ્યવસ્થા કરી છે. માત્ર બે પાનાના રેશનકાર્ડમાં કાર્ડધારક નું નામ.,સરનામું, કુટુંબના સભ્યોના નામ, ઉંમર, ગેસ કેનકશનની વિગતો અને સસ્તા અનાજની દુકાનના સંચાલકની વિગતો દર્શાવવામાં આવી છે. જે રેશનકાર્ડની પુસ્તક જેવું જ લાગે છે.
શું છે ઓનલાઈન રેશનકાર્ડ મેળવવાની પ્રક્રિયા..?
સ્ટેપ ૧ :→ વેબસાઈટ www.ipds.gujarat.gov.in પર લોગઈન થઈ રજિસ્ટ્રેશન કરાવો .
સ્ટેપ ૨ :→ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ સાઈટ પર લોગઈન કરો
સ્ટેપ ૩ :→ લોગઈન કર્યા બાદ ૬ પ્રશ્નો સાથેનુે પેજ ખુલશે જેના હા કે ના જવાબ આપો
સ્ટેપ ૪ :→ આ ૬ પ્રશ્નોના જવાબો આપી શરતો સ્વીકરો અને બીજા તબક્કામાં પ્રવેશો.
સ્ટેપ ૫ :→ સ્ટેપ ૩ના પ્રશ્નોના જવાબ આધારે આ સ્ટેપમાં પુછાયેલ વિગતો રજુ કરો.
સ્ટેપ ૬ :→ તમામ વિગતો રજુ કર્યા બાદ ડેટા માટેનું બટન ક્લિક કરો.
સ્ટેપ ૭ :→ આ બટન ક્લિક કરવાથી સ્ટેપ ૫માં આપેલા મોબાઈલ નંબર પર ૫ આંકડાનો પાસવર્ડ આવશે.
સ્ટેપ ૮ :→ આ પાસવર્ડથી સ્ટેપ ૫માં રજુ કરેલી વિગતોની ઓનલાઈન ચકાસણી બાદ પ્રિન્ટનું બટન દબાવો.
સ્ટેપ ૯ :→ આ બટન દબાવતા જ બે પાનાનું ઓનલાઈન રેશનકાર્ડ તમારા હાથમાં આવશે કાર્ડ પર અનાજ કે કેરોસીન નહીં મળે બારકોડ રેશનકાર્ડની આવેજીમાં ઓનલાઈન રેશનકાર્ડ આપવાની પ્રક્રિયામાં મળતા બે પાનાના રેશનકાર્ડનો ઉપયોગ માત્ર સાધનિક પુરાવા તરીકે થશે. જે આઘારે કોઈ પણ સ્થળેથી અનાજ કે કેરોસીનનો જથ્થો નહીં મળે. જથ્થો મેળવવા માટે ઓનલાઈન કાર્ડ જમા કરાવી બાયોમેટ્રીક વિગતો રજુ કરી બારકોડેડ રેશનકાર્ડ મેળવવાનું રહેશે. ચૂંટણીકાર્ડ, લાઈટબિલનું ઓનલાઈન વેરિફિકેશન ઘરે બેઠા ઓનલાઈન રેશનકાર્ડ મેળવવા માટે કાર્ડ ઘારકે ચૂંટણીકાર્ડ, લાઈટબીલ, ડ્રાઈવીંગ લાયસન્સ અને જુના રેશનકાર્ડનો નંબર પણ આપવાનો રહેશે. આ વિગતો કોમ્પયુટરમાં આપવા સાથે જે તે સંબંધિત વિભાગો સાથે ઓનલાઈન વેરીફીકેશન શરૂ કરશે. લોકોની જરૂરિયાત સરળતાથી પૂરી કરવાનો પ્રયાસ રેશનકાર્ડ ગરીબ હોય કે અમીર દરેક માટે જરૂરીયાતની વસ્તુ બની ગઈ છે. આ સોફ્ટવેર થકી દરેક નાગરીકની જરૂરીયાતને સરળતાથી પુરી કરવાનો પ્રયાસ છે. રેશનકાર્ડ માત્ર અનાજ કે અન્ય વસ્તુ મેળવવાનું માધ્યમ નથી રહ્યું આ લોકોને અનેક રીતે ઉપયોગી થતું હોય છે.
સ્ટેપ ૩ માં ક્યા ૬ પ્રશ્નો પુછવામાં આવશે.....
(1) →જુના રેશનકાર્ડ સામે નવું મેળવવા ફોર્મ ભરીને રજું કર્યું છે ?
(2) →શું તમારી પાસે ગુજરાત રાજ્યનું ચૂંટણી ઓળખકાર્ડ છે ?
(3) →શું તમારી પાસે રસોઈ બનાવવા એલપીજી કે પીએનજી ગેસ કનેકશન છે ?
(4) →શું તમારી પાસે પોતાનો મોબાઈલ ફોન નંબર છે?
(5) →શું તમે અંહી ભાડેથી રહો છો ?
(6) →શું તમારી પાસે ગુજરાત રાજ્યનું ડ્રાઈવિંગ લાયસન્સ છે?
● ઉપરોકત પ્રશ્નોના જવાબ આપ્યા સિવાય ફોર્મમાં આગળ કાર્યવાહી થઈ શકશે નહીં .
સ્ટેપ-૫ માં ક્યા પ્રશ્નોની વિગતો રજુ કરવી પડશે..
1→ચૂંટણી ઓળખકાર્ડ નંબર
2→જુના રેશનકાર્ડ નો નંબર
3→ ડ્રાઈવિંગ લાયસન્સ નંબર અથવા લાઈટ બીલ નંબર
4→એલપીજી ગેસ કનેકશન નંબર અને ગેસ એજન્સીનું નામ -પીએનજી ગેસ કનેકશન નંબર અને ગેસ એજન્સીનું નામ
5→મોબાઈલ નંબર
No comments:
Post a Comment