એજ્યુકેશન નોલેજ બ્લોગમાં હર્ષિલ દરજી તમારૂ હાર્દિક સ્વાગત કરે છે.બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર..મો.નં-૯૪૨૯૩૨૫૮૨૧

Wednesday, 19 October 2016

How can Activate School Management Software in Windows 7

School Management Software for HTAT Schools

How can Activate School Management Software in Windows 7

Steps of Installing Software

1. Stop Antivirous ( Disable)

2. Download below installer file and install in a Computer
Download Installer : Click here (97 Mb)

Now minimize XAMPP Control Panel 

3. Download  Below SSASMS folder and Paste it into C:\xampp\htdocs ( Open My Computer then open C Drive then open  xampp and open htdoc and paste into this folder)

Download SSASMS : Click here ( unzil karine j C folder ma pate karvu)

Now open XAMPP Control Panel and firstthree option create to start. Please see in a Image 
( Action menu ma jaine Start par Click karta rahevu PID ane PORT Image mujab na aave e rite )

4. Open Google Chrome and type 

localhost/phpmyadmin

5. Click on Database  and Create SSASMSdatabase

6. Click on ssasms ( dabi baju chhathha krame hase ) now Click on Import and give Path ssasms.sql and Click on GO after import file.

(ssasms.sql ne Desktop par Download karine muki rakho.)

Download ssasms.sql : Click here

7. Now Close Google Chrome 

8. Connect Internet Connection

9. Open Google Chrome and typelocalhost/ssasms

10. Type School Code, Mob. No., Email Id, Password and onfirm Password

11. Click on Synch

after that more Information of updating  :Click here

See Steps in Image Click on Image below

Saturday, 15 October 2016

ઓનલાઈન રેશનકાર્ડમાટે પ્રક્રિયા કેમ કરશો તે જાણો



→ઓનલાઈન રેશનકાર્ડ મેળવવાની પ્રક્રિયા

→જાણો વિગતસરની માહિતી
રેશનકાર્ડ એ માત્ર ગરીબો માટે અનાજ કે અન્ય પુરવઠો લેવા માટેનું માધ્યમ નથી પરંતું પૈસાદાર લોકો માટે પણ રહેઠાણના પુરાવા તરીકે અતિ મહત્વનું રહેલું છે. જે માટે જ ગરીબી રેખાથી ઉપર જીવતા(એપીએલ) લોકો માટે ઓનલાઈન રેશનકાર્ડ ઘેરબેઠા આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. હાલ બારકોર્ડ રેશનકાર્ડ આપવા માટેની ચાલી રહેલી પ્રક્રિયામાં કાર્ડ આવવાની રાહ જોયા વગર ઘરે બેઠા કાર્ડ મેળવવા ઈચ્છતા એપીએલ કાર્ડ ઘારકો માટે પુરવઠા તંત્રએ એનઆઈસી ની મદદથી ખાસ સોફ્ટવેર બનાવ્યું છે.
જેમાં→www.ipds.gujarat.gov.in → વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી
ત્યાર બાદ લોગઈન થઈ દસ્તાવેજોની વિગતો આપવાથી ઘરે બેઠા ઓનલાઈન રેશનકાર્ડ મળી શકશે.

આ સુવિઘા બારકોર્ડ રેશનકાર્ડ માટેનું ફોર્મ ભરનાર કાર્ડઘારકને મળે તેમ હોય શહેર જિલ્લાના ૫.૫૫ લાખ કાર્ડઘારકો આ ખાસ સોફ્ટવેરનો લાભ લઈ શકશે. જેમાં બાયોમેટ્રીક પધ્ધતિથી જથ્થા વિતરણની વ્યવસ્થા ઉભી કરવાની ચાલી રહેલી કવાયતમાં સમય લાગી રહ્યો છે. જેના કારણે કેટલાક નાગરીકો ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.નાગરીકોની આવી મુશ્કેલી દૂર કરવા માટે પુરવઠા તંત્રએ એપીએલ કાર્ડ ઘારકો માટે ઓનલાઈન રેશનકાર્ડ આપવાની વ્યવસ્થા કરી છે. માત્ર બે પાનાના રેશનકાર્ડમાં કાર્ડધારક નું નામ.,સરનામું, કુટુંબના સભ્યોના નામ, ઉંમર, ગેસ કેનકશનની વિગતો અને સસ્તા અનાજની દુકાનના સંચાલકની વિગતો દર્શાવવામાં આવી છે. જે રેશનકાર્ડની પુસ્તક જેવું જ લાગે છે.
શું છે ઓનલાઈન રેશનકાર્ડ મેળવવાની પ્રક્રિયા..?

સ્ટેપ ૧ :→ વેબસાઈટ www.ipds.gujarat.gov.in પર લોગઈન થઈ રજિસ્ટ્રેશન કરાવો .

સ્ટેપ ૨ :→ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ સાઈટ પર લોગઈન કરો

સ્ટેપ ૩ :→ લોગઈન કર્યા બાદ ૬ પ્રશ્નો સાથેનુે પેજ ખુલશે જેના હા કે ના જવાબ આપો

સ્ટેપ ૪ :→ આ ૬ પ્રશ્નોના જવાબો આપી શરતો સ્વીકરો અને બીજા તબક્કામાં પ્રવેશો.

સ્ટેપ ૫ :→ સ્ટેપ ૩ના પ્રશ્નોના જવાબ આધારે આ સ્ટેપમાં પુછાયેલ વિગતો રજુ કરો.

સ્ટેપ ૬ :→ તમામ વિગતો રજુ કર્યા બાદ ડેટા માટેનું બટન ક્લિક કરો.

સ્ટેપ ૭ :→ આ બટન ક્લિક કરવાથી સ્ટેપ ૫માં આપેલા મોબાઈલ નંબર પર ૫ આંકડાનો પાસવર્ડ આવશે.

સ્ટેપ ૮ :→ આ પાસવર્ડથી સ્ટેપ ૫માં રજુ કરેલી વિગતોની ઓનલાઈન ચકાસણી બાદ પ્રિન્ટનું બટન દબાવો.

સ્ટેપ ૯ :→ આ બટન દબાવતા જ બે પાનાનું ઓનલાઈન રેશનકાર્ડ તમારા હાથમાં આવશે કાર્ડ પર અનાજ કે કેરોસીન નહીં મળે બારકોડ રેશનકાર્ડની આવેજીમાં ઓનલાઈન રેશનકાર્ડ આપવાની પ્રક્રિયામાં મળતા બે પાનાના રેશનકાર્ડનો ઉપયોગ માત્ર સાધનિક પુરાવા તરીકે થશે. જે આઘારે કોઈ પણ સ્થળેથી અનાજ કે કેરોસીનનો જથ્થો નહીં મળે. જથ્થો મેળવવા માટે ઓનલાઈન કાર્ડ જમા કરાવી બાયોમેટ્રીક વિગતો રજુ કરી બારકોડેડ રેશનકાર્ડ મેળવવાનું રહેશે. ચૂંટણીકાર્ડ, લાઈટબિલનું ઓનલાઈન વેરિફિકેશન ઘરે બેઠા ઓનલાઈન રેશનકાર્ડ મેળવવા માટે કાર્ડ ઘારકે ચૂંટણીકાર્ડ, લાઈટબીલ, ડ્રાઈવીંગ લાયસન્સ અને જુના રેશનકાર્ડનો નંબર પણ આપવાનો રહેશે. આ વિગતો કોમ્પયુટરમાં આપવા સાથે જે તે સંબંધિત વિભાગો સાથે ઓનલાઈન વેરીફીકેશન શરૂ કરશે. લોકોની જરૂરિયાત સરળતાથી પૂરી કરવાનો પ્રયાસ રેશનકાર્ડ ગરીબ હોય કે અમીર દરેક માટે જરૂરીયાતની વસ્તુ બની ગઈ છે. આ સોફ્ટવેર થકી દરેક નાગરીકની જરૂરીયાતને સરળતાથી પુરી કરવાનો પ્રયાસ છે. રેશનકાર્ડ માત્ર અનાજ કે અન્ય વસ્તુ મેળવવાનું માધ્યમ નથી રહ્યું આ લોકોને અનેક રીતે ઉપયોગી થતું હોય છે.

સ્ટેપ ૩ માં ક્યા ૬ પ્રશ્નો પુછવામાં આવશે.....
(1) →જુના રેશનકાર્ડ સામે નવું મેળવવા ફોર્મ ભરીને રજું કર્યું છે ?

(2) →શું તમારી પાસે ગુજરાત રાજ્યનું ચૂંટણી ઓળખકાર્ડ છે ?

(3) →શું તમારી પાસે રસોઈ બનાવવા એલપીજી કે પીએનજી ગેસ કનેકશન છે ?

(4) →શું તમારી પાસે પોતાનો મોબાઈલ ફોન નંબર છે?

(5) →શું તમે અંહી ભાડેથી રહો છો ?

(6) →શું તમારી પાસે ગુજરાત રાજ્યનું ડ્રાઈવિંગ લાયસન્સ છે?

● ઉપરોકત પ્રશ્નોના જવાબ આપ્યા સિવાય ફોર્મમાં આગળ કાર્યવાહી થઈ શકશે નહીં .

સ્ટેપ-૫ માં ક્યા પ્રશ્નોની વિગતો રજુ કરવી પડશે..

1→ચૂંટણી ઓળખકાર્ડ નંબર

2→જુના રેશનકાર્ડ નો નંબર

3→ ડ્રાઈવિંગ લાયસન્સ નંબર અથવા લાઈટ બીલ નંબર

4→એલપીજી ગેસ કનેકશન નંબર અને ગેસ એજન્સીનું નામ -પીએનજી ગેસ કનેકશન નંબર અને ગેસ એજન્સીનું નામ

5→મોબાઈલ નંબર

ડ્રાઇવિંગ લાઇસન્સ ફોર્મ ભરીને પોતાની જાતે લાઇસન્સ કઢાવી શકે છે


ડ્રાઇવિંગ લાઇસન્સ ફોર્મ ભરીને પોતાની જાતે લાઇસન્સ કઢાવી શકે છે

મિત્રો તમારા માંથી ઘણા મિત્રો ને ડ્રાઇવિંગ લાઇસન્સ કેમ કઢાવવું એની માહીતી નથી હોતી એટલા માટે તેઓ એજન્ટ રાખતા હોય છે મિત્રો તમને ખબર છે કે લાઇસન્સ કઢાવવા નો ખર્ચ માત્ર ૪૦૦ ૱ છેતો જે મિત્રો ને લાઇસન્સ કઢાવવાનું બાકી હોય તે બધા મિત્રો નીચે મુજબ આપેલા સ્ટેપપ્રમાણે ફોર્મ ભરીને પોતાની જાતે લાઇસન્સ કઢાવી શકે છે


(1) www.sarthi.nic.in વેબ સાઇટ ખોલો.

(2) ત્યાર પછી Issue of a Learning Licence to me લિંક ઉપર ક્લિક કરો એટલે ફોર્મ ખુલશે.

(3) પુરે પુરુ ફોર્મ ભરાઇ જાઇ ત્યાર પછી સેવ ઓફ લાઇન બટન પર ક્લિક કરો. સેવ કરેલી પીડીએફ ખોલો પછી નીચે સબમિટ બટન પર ક્લિક કરો.

(5) નીચે મેસેજ આવી જશે તે APPLICATION NO. લખી લો.

(6) ત્યાર પછી Print Application Form લિંક ઉપર ક્લિક કરી ને ફોર્મ ની પ્રિન્ટ કાઢો.

(7) ત્યાર પછી Appointment for Slot booking લિંક ઉપર ક્લિક કરો પછી..

(8) -> LL SLOT BOOKING -> LL TEST FOR ONLINE APPLICATION

(9) APPLICATION NO. લખી ને જે દિવસે તમે ફ્રી હો તે દિવસ નો ટાઇમ બૂક કરી ને લેટર ની પ્રિન્ટ કાઢો.

(10) ત્યાર પછી જે દિવસ નો ટાઇમ ફિક્સ કર્યો તે દિવસે જે તે ટાઇમે ફોર્મ ની કોપી, લિવિંગ સર્ટિ, પાસપોર્ટ સાઇજ ના બે ફોટા, ટાઇમ બૂક કરેલો લેટર, રાશન કાર્ડ ની ઝેરોક્ષ, આધારકાર્ડ ની ઝેરોક્ષ, જે પુરાવા તમે લઇ જાવ તે બધા ORIGINAL સાથે લઇ જવા. RTO ની બાજુ માંથી ફોર્મ નં-2 લઇ લેજો. 2 ૱ નું આવશે.

(11) જો પાસ થાવ તો તમને લર્નિગ લાઇસન્સ આપી દેશે.

(12) જો ફેઇલ થાવ તો બીજા દિવસે પાછું જવાનું ૨૫ ૱ ભરીને પછી ફરી ટ્રાય દેવાનો.

(13) પાસ થાવ તો ૩૦ દિવસ પછી http://drivingtesttrack.in/ વેબ સાઇટ ખોલો APPOINMENT FOR SLOT BOOKING ઇમેજ પર ક્લિક કરો LL NO બરાબર નાખજો GJ03 પછી એક સ્પેસ હોય છે.

(15) L L NO નાખો પછી BIRTH DATE પછી બટન પર ક્લિક કરો અને ટાઇમ ફિક્સ કરો પરીક્ષા નો અને તે દિવસે જવાનું એક કલાક વેલા જજો નકર વારો બોવ મોડો આવશે.

(16) સાથે ફી ભર્યા ની બધી પહોંચ અને લર્નિંગ લાઇસન્સ અને RTO ની બાજુ માંથી ફોર્મ નં-4 લઇ લેજો ૨ ૱ નું આવશે.

(17) જો પાસ થાવ તો લાઇસન્સ ઘરે આવી જશે.

Thursday, 6 October 2016

માત્ર 7 દિવસમાં વધારાની પ્રોસેસ વગર મેળવો આ રીતે પાસપોર્ટ

વધારાની કોઈ પણ પ્રોસેસ વગર મેળવો આ રીતે પાસપોર્ટ માત્ર 7 દિવસમાં  

જો તમે પાસપોર્ટ બનાવવા ઈચ્છતા હોવ તો તમારા માટે આ ખબર કામની છે 

કારણકે હવે માત્ર ચાર ડોક્યુમેન્ટસની મદદથી તમારો પાસપોર્ટ બનીને તૈયાર થઈ જશે. જો કે સમગ્ર પ્રક્રિયા આ પ્રમાણે 

 passportindia.gov.in પર લોગઈન કરી ફોર્મ ભરવાનું રહેશે.

more info

LINK-1 click me
LINK-2-click me
LINK-3 click me video

વોટર આઈડી કાર્ડ બનાવી શકાય છે મોબાઈલ ફોન પર

હવે તમારે વોટર આઈડી કાર્ડ બનાવવા માટે અથવા તેમાં સુધારા વધારા કરાવવા માટે ક્યાંય જવું પડશે નહી. કેમ કે આ કામ તમે ખુબ જ સરળ રીતે તમારા મોબાઈલ દ્વારા જ કરી શકશો. મોબાઈલ ફોન દ્વારા વોટર આઈડી બનાવવા અથવા તેમાં સુધારા વધાર કરવા માટે તમારા મોબાઈલમાં માત્ર ઈન્ટરનેટની જરૂર રહેશે.


1. સૌથી પહેલા તમે ચૂંટણી આયોગની વેબસાઈટ પર જાઓ http: // eci- citizenservices.nic.in/frmForm6New.aspx

2. તે બાદ તમે તમારા મોબાઈલને આ વેબસાઈટ પર રજિસ્ટર કરાવો.

3. ત્યાર બાદ તમારા મોબાઈલ ફોન, કોમ્પ્યુટર પર એક ફોર્મ આવશે જે ફોર્મને સેવ કરી દો.

4. આ ઓપચારિકાતા પૂરી કર્યા બાદ તમે એપ્લિકેશનને ઓનલાઈન ટ્રેસ કરી શકો છો.

5. થોડા સમય બાદ ચૂંટણી આયોગનો પ્રતિનિધિ તમારા ઘરે આવશે અને તમારા પાસેથી આવશ્યક સુચનાઓ અને જાણકારી લઈને જશે. જો તમારા દ્વારા આપવામાં આવેલ ઓળખાણ અને માહિતીને યોગ્ય માનશે તો થોડા જ દિવસોમાં પોસ્ટ દ્વારા તમારા ઘરે આવી જશે.

હવે તમે જાતે જ " aadhar card "ની આ 6 ભૂલો ને સુધારી શકો છો...


તમે તમારા આધાર કાર્ડમાં રહેલી ભૂલને ઘર બેઠે ઓનલાઈન સુધારી શકો છો. તેના માટે તમારે આધાર કાર્ડની સત્તાવાર વેબસાઈટ http://uidai.gov.in પર જવાનું રહેશે. અહીં તમારે ઓનલાઈન કેટલાક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે અને મોબાઈલ નંબર, જન્મ તારીખ, એડ્રેસ વગેરેમાં થયેલ ભૂલમાં સુધારાવધારા કરાવી શકો છો.

ઓનલાઈન કરેક્શન માટે મોબાઈલ નંબર જરૂરી

આધાર કાર્ડમાં ઓનલાઈન કરેક્શન માટે મોબાઈલ નંબર જરૂરી છે. જો, તમારી પાસે મોબાઈલ નંબર નથી તો તમે ઓનલાઈ કરેક્શન કરાવી નહીં શકો. એવું એટલા માટે કારણ કે ફેરફાર અથવા ફરિયાદ માટે ઓટોપી (વન ટાઈમ પાસવર્ડ) મોબાઈલ નંબર પર મોકલવામાં આવે છે. ત્યાર બાદ જ તમે આગળની પ્રક્રિયા કરી શકો છો.

આધાર કાર્ડમાં ફેરફાર કરવાની આ છે પ્રક્રિયા

સ્ટેપ-1

http://uidai.gov.in વેબસાઇટ પર જઇને ‘આપકા આધાર’ લિન્ક પર ક્લિક કરો. નવા પેજ પર ડાબી તરફ નીચેની બાજુ ‘અપડેટ યોર આધાર ડેટા’ પર ક્લિક કરવું. અહીં દેખાશે કે તમે કઈ કઈ જાણકારી અપડેટ કરી શકો છો. નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવું. પછી જે પેજ ખુલે તેના પર ‘સબમિટ યોર અપડેટ કરેક્શન’ પર ક્લિક કરવું.

સ્ટેપ-2

એન્ટર યોર આધાર નંબરમાં તમારો આધાર નંબર નાંખવો. ટેક્સ્ટ વેરિફિકેશનમાં સ્પેશ્યલ કેરેક્ટર નાંખવો અને ઓટીપી પર ક્લિક કરવું. તેના આગળના પેજ પર મોંબાઇલ નંબર નાખવો. નીચે સ્પેશ્યલ કેરેક્ટર ટેક્સ્ટવાળી જગ્યા પર ટેક્સ્ટ નાંખવી અને ફરી ઓટીપી પર ક્લિક કરવું. તમારા મોબાઇલ પર ઓટીપીનો મેસેજ આવશે. તે તમને નક્કી કરેલ સ્થાન પર રહેલ બોક્સમાં ટાઇપ કરવાનો રહેશે. ત્યારબાદ તમે વેબસાઇટ પર લોગઇન થઈ જશો.

સ્ટેપ-3

ડેટા અપડેટ પર ક્લિક કર્યા પછી પ્રોસેસ્ડ પર ક્લિક કરવું. જરૂરી દસ્તાવેજ અહીં અપલોડ કરવાના રહેશે. કન્ફર્મ પર ક્લિક કરવું. પછી બીપીઓ સર્વિસ પ્રોવાઇડર પર ક્લિક કરવું. ત્યાં એક બાજુ એજિસ અને બીજી બાજુ કાર્વિસ લખેલું હશે. તેમાંથી કોઈપણ એકને પસંદ કરી સબમિટ કરવું. અપડેટ થવા પર કંપલીટનો મેસેજ મોબાઇલ પર આવશે. જેમાં તમને યૂઆરએન નંબર મળશે.

સ્ટેપ-4

છેલ્લે અપડેટ સ્ટેટસ પર આધાર નંબર અને યૂઆરએન નાંખવાના રહેશે. તે પૂર્ણ થયા બાદ એક મેસેજ તમને દેખાશે ‘યોર રિક્વેસ્ટ કંપલીટ સક્સેસફુલ’. ત્યાર બાદ સાઇનઆઉટ કરી નાંખવું. શરૂમાં જ્યાં ડેટા અપડેટ સ્ટેટસ લખેલ છે. તેના પર ક્લિક કરવાની સાથે જ એકવાર ફરી આધાર નંબર અને યૂઆરએન નાંખી ચેક કરવું. તેમાં લખેલ આવશે રિક્વેસ્ટ પેન્ડિંગ. હવે તમે રાહ જુઓ. થોડાક સમય પછી મોબાઇલ પર અપડેટની સૂચના આવી જશે.

પોસ્ટ કરીને પણ કરાવી શકો છો અપડેટ

- પોસ્ટ દ્વારા આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે http://uidai.gov.in/images/application_form_pdf અહીંથી ફોર્મ ડાઉનલોડ કરો.

- Adhar Card Update Formમાં તમારો મોબાઈલ નંબર આપવો અનિવાર્ય છે.

- Adhar Card Update Formમાં સૌથી પહેલા જે જાણકારીમાં સુધારો કરવાનો હોય તે અપડેટ કરવાનું રહેશે, જેમ કે, નામ, અટક અથવા સરનામું.

- ત્યાર બાદ નિર્દેશ અનુસાર Adhar Card Update Form ધ્યાનથી ભરો

- અત્યાર સુધી Adhar Card Update Form હિંદી, અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, કન્ન્ડ, મલયાલમ, તમિલ, બંગાળી, તેલુગુ અને પંજાબી ભાષામાં છે જે તમે તમારી સુવિધા અનુસાર ફોર્મ લઈ શકો છો. ફોર્મને કવરમાં બંધ કરી તેના ઉપર Aadhar Card Update/Correction લખવાનું ન ભૂલવું.

- ફોર્મમાં તમારું સરનામું, પિન નંબર, જિલ્લાની વિગતો યોગ્ય રીતે ભરો. જો કોઈપણ મુશ્કેલી હોય તો help@uidai.gov.in પર સંપર્ક કરી શકો છો.

- હવે તે કવરને નીચે આપેલ સરનામાં પર પોસ્ટ કરી દો.

Unique Identification Authority of India

Planning Commission

Government of India

3rd Floor, Tower II

Jeevan Bharati Building

Connaught Circus

New Delhi – 110001

અન્ય કોઈ જાણકારી માટે https://ssup.uidai.gov.in/ssup-home પર વિઝિટ કરો.

આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online

સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...