અાપણે કેટલીકવાર એવું માનતા હોઈઅે છીઅે કે એન્ડ્રોઈડ પ્લે સ્ટોર્સ પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવી સૌથી સલામત છે પરંતુ જે વ્યક્તિ ફક્ત એન્ડ્રોઈડ પ્લે સ્ટોર્સ પરથી એપ ડાઉનલોડ કરે છે તેમના માટે પણ
ખતરો અોછો નથી. અા લોકોના મોબાઈલમાં પણ વાઈરસની એન્ટ્રી થઈ શકે છે. ઘોસ્ટ પુશ નામનો ટ્રોજન વાઈરસ. અા વાઈરસે અત્યાર સુધીમાં વિશ્વના 116 દેશમાં 9 લાખ જેટલા એન્ડ્રોઈડ ડિવાઈઝમાં એન્ટ્રી લઈ લીધી છે.
અા વાઈરસ એન્ડ્રોઈડ ડિવાઈઝમાં રૂટ એક્સેસ કરીને તમારી સિસ્ટમમાં એન્ટ્રી લે છે. ત્યારબાદ તે એવી કેટલીક એપ ડાઉનલોડ કરી લે છે જે તમે અનઇન્સ્ટોલ પણ નથી કરી શકતા. અા વાઈરસ તમારા મોબાઈલની પ્રાઈવેટ ઇન્ફોર્મેશન લીક કરે છે તેમજ પુષ્કળ એડવર્ટાઈઝમેન્ટ તમારા ડિવાઈસમાં ખોલી દે છે.
અા એડ મારફતે અા વાઈરસ બનાવનારા લોકો દિવસની ૨૬ કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. એપ મારફતે ઇન્સ્ટોલ થયેલો અા વાઈરસ ગૂગલની સિક્યોરિટીને પણ બાયપાસ કરી દે છે અને તમારા ફોનમાં છુપાઈ જાય છે.
No comments:
Post a Comment