મિત્રો આજે વિશ્વ એઇડ્સ દિન છે આજે તેના વિશે જાણકારી મેળવીએ
પહેલી ડિસેમ્બરના દિવસે દર વર્ષે એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એઇડ્સ એક ખતરનાક બિમારી છે. મુખ્યરીતે બિનસુરક્ષિત સેક્સ સંબંધોના લીધે એઇડ્સના જંતુઓ શરીરમાં પ્રવેશ કરી જાય છે. આ બિમારી અંગે ખૂબ મોડેથી માહિતી મળે છે અને એ ગાળા સુધી દર્દીની હાલત કફોડી બને છે અને ઇલાજ શક્ય રહેતા નથી. દર્દીઓ પણ એચઆઈવી ટેસ્ટ અંગે સજાગ રહેતા નથી. આવી સ્થિતિમાં હાલત કફોડી બને છે. એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિસિયન્સી સિન્ડ્રોમ એઈડ્સનું સંપૂર્ણ નામ છે જે ખૂબ ઓછા લોકો જાણે છે. ન્યૂયોર્કમાં ૧૯૮૧માં પ્રથમ વખત આ રોગ અંગે જાણ થઈ હતી તે વેળા કેટલાક સજાતિય લોકોએ પોતાની સારવાર માટે તબીબોનો સંપર્ક કર્યો હતો. સારવાર બાદ પણ આ લોકો સ્વસ્થ્ય થયા ન હતા અને મળત્યુ પામ્યા હતા. તબીબોને જાણવા મળ્યુ હતુ કે તેમની રોગપ્રતિકાર શક્તિ ખતમ થઈ છે ત્યારબાદ ધણી શોધ થઈ ત્યા સુધી અનેક દેશોમાં આ બિમારી આગની જેમ ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ આને એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિસિયન્સી સિન્ડ્રોમ એટલે કે એઇડ્સ નામ અપાયુ હતુ.
ભારતમાં આજે ૨૭ લાખ જેટલા એચ.આઇ.વી./એઇડ્સ સાથે જીવતા લોકોનો અંદાજ છે. જે દુનિયામાં સાઉથ આફ્રિકા અને નાઇજીરિયા બાદ સંખ્યાની દ્રષ્ટિથી ત્રીજા નંબરે આવે છે અને એટલે એચઆઇવીના બદલાતા ચિત્ર વચ્ચે તેની સાચી અને સંપૂર્ણ સમજ હોવી આજેય એટલી જરૂરી છે. આ રોગ અન્ય રોગથી ત્રણ અલગ વિશેષતા ધરાવે છે. પહેલી તો એક વાર એચ.આઇ.વી.નો ચેપ લાગે તો વ્યક્તિ જીવનપયઁત એચ.આઇ.વી ગ્રસ્ત રહે છે. બીજું આ રોગનો ચેપ લાગ્યા બાદ વ્યક્તિના શરીરમાં એઇડ્સના વાઇરલ (એચ.આઇ.વી.) સાથે આઠથી બાર વર્ષ સુધી સામાન્યત: સ્વસ્થ અને નિરોગી રહી શકે છે. ત્રીજું તે મહત્તમ રીતે યુવાન ૧પ થી ૪૫ વર્ષની વ્યક્તિઓમાં જોવા મળે છે. આ વિશેષતાઓને કારણે તેની વિશેષ સમજ કેળવણી જરૂરી છે. પ્રથમ, એચ.આઇ.વી.નો ચેપી તરત એઇડ્સનો દર્દી બનતો નથી. એટલે ચેપ લાગ્યો કે તુરંત દવા શરૂ કરવી કે હવે ટૂંકમાં મરી જઇશું તેવો ભય અસ્થાને છે. બીજું વ્યક્તિ ચેપી બને છે પણ લાંબા ગાળા સુધી દર્દી નહીં. તેથી આ ગાળા દરમિયાન વ્યક્તિ તેના વર્તનમાં દુષ્કાળજી રાખે છે અને જે કારણે અજાણતા તે અન્યોને જોખમી જાતીય વર્તણૂંક મારફતે ચેપ લગાડતો રહે છે. આ ચેપ ૧૫ થી ૪૫ વર્ષના જૂથને આભડે છે જે કોઇપણ ઘર, સમાજ કે રાષ્ટ્ર માટે કમાઉ ધરોહર હોય છે. આ રોગ ૮૫ થી ૯૦ ટકા કિસ્સામાં જાતીય પ્રવૃત્તિને કારણે ફેલાતો હોઇ યુવાનોમાં જાતીયતાની સમજ કેળવવી જોઇએ. એઇડ્સ વિશે એક વિશિષ્ટ વાત જાણવા જેવી છે. બાકી બધા રોગોમાં ડોક્ટરો લેબોરેટરી તપાસમાં નિદાન બાદ દવાઓ આપતા હોય છે પણ આમાં નિદાન બાદ એક ચોક્કસ માપદંડ સુધી કોઇ દવા આપતા નથી અને એની કોઇ જરૂરિયાત પણ નથી. એચ.આઇ.વી.નો ચેપ લાગેલી વ્યક્તિમાં તેની રોગપ્રતિકારક શક્તિને માપવા સીડી-૪ નામના કણની તપાસ કરવામાં આવે છે. સામાન્ય વ્યક્તિમાં તે ૧૫૦૦ જેટલા પ્રતિ એક મિ.લિ. હોય છે. જો તે ઘટી ૩૫૦ પ્રતિ મિ.લિ. પહોંચે તો દવાની જરૂરિયાત ઊભી થાય. રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમમાં ૨૫૦ની સંખ્યા પર એઇડ્સ માટેની ત્રણ દવાના સમૂહવાળા સારવારનો પ્રોટોકસ ફોલો કરવામાં આવે છે. આ ઉપરાંત જો ચેપી વ્યક્તિ એઇડ્સ રોગના સ્ટેજમાં પહોંચે તો દવા શરૂ કરવામાં આવે છે. એટલે જ એઇડ્સમાં એ સમજવું જરૂરી છે કે નિદાન વહેલું પણ દવાઓ મોડે (સમયસર) તો ફાયદો રહે છે. આ દવાઓ જીવનપયઁત અને ૯૫ ટકામાં નિયમિત ધોરણે લેવાની હોય છે. ૧૯૯૮માં વિશ્વમાં એઇડ્સ માટેની પ્રથમ દવા શોધાઇ અને ૨૦૦૪થી ભારતમાં આ દવાઓ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત મફત આપવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં પણ ૧૮ એઆરટી કેન્દ્રો (એન્ટિ રિટ્રાવાઈરસ થેરપી સેન્ટર) પરથી આ સારવાર મફત અપાય છે. વહેલા નિદાન માટે ગુજરાત રાજ્યમાં ૮૦૦થી વધુ સરકારી દવાખાના, મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ વગેરેમાં કાઉન્સેલિંગ સાથે લોહીની મફત તપાસ થાય છે, તે ઉપરાંત તમામ ખાનગી લેબોરેટરીમાં પણ એચ.આઇ.વી. તપાસની સુવિધા છે. એચ.આઇ.વી. ગ્રસ્તને શારીરિક તકલીફ સાથે સામાજિક પડકારો પણ ઝીલવાના હોય છે. ગુજરાત રાજ્ય દ્વારા આ માટે કેટલીક પહેલ કરેલ છે. એમાંની ઘણી યોજનાઓ તો એવી છે કે જેના કારણે તેમને સામાજિક અને આર્થિક ટેકો મળી રહે છે. જે લોકો એઇડ્સની દવા લેવા એઆરટી સેન્ટર પર જાય છે તેમને તે અંગેનો પ્રવાસ ખર્ચ તથા બાળકના કિસ્સામાં સાથે આવનારને પ્રવાસ ખર્ચ ઉપરાંત મહેનતાણું ખોયાનું વળતર ચૂકવવામાં આવે છે. સામાજિક અને આર્થિક રીતે પછાત એઇડ્સના દર્દીને પોષણયુક્ત ભોજન માટે મહિને રૂ. ૫૦૦ સહાય મળે છે. એચ.આઇ.વી.ગ્રસ્ત અનાથ અથવા એચ.આઇ.વી.ગ્રસ્તનાં બાળકો માટે ખાસ સ્કોલરશિપ શરૂ કરવામાં આવી છે તથા આવાં બાળકોને વાલી તરીકે જે જવાબદારી નિભાવે તેવા પાલક માતા-પિતાને મહિને રૂ. ૧૦૦૦ની સહાય આપવામાં આવે છે. આવાં બાળકો માટે અમદાવાદ અને સુરત ખાતે અનાથાશ્રમ પણ ગુજરાત રાજ્યે શરૂ કરેલ છે. એચ.આઇ.વી.ગ્રસ્ત કે તેની જાણકારીથી ક્ષોભ રાખવાને બદલે આવી નાની-નાની પણ બહુ કામની એચ.આઇ.વી.ને લગતી વાતો જાણીએ તો તમને અને સમાજને એચ.આઇ.વી.ના પડકાર સામે સક્ષમ બનાવશે.
એઇડ્સનાં લક્ષણો
સ્ટેજ-૧
ખાસ કોઈ ચિહ્નો દેખાતાં નથી.
સ્ટેજ-૨
વજનમાં ઘટાડો થવા લાગે અને નાનાં-મોટાં ઈન્ફેકશન થાય.
સ્ટેજ-૩
વારંવાર ઝાડા અને તાવ આવે છે. મોમાં ચાંદાં પડવાં, ચામડીનું ઇન્ફેકશન થાય, ટી.બી. થાય.
સ્ટેજ-૪
રોગપ્રતિકારક શક્તિ ઝડપથી ઘટે. દવા આપવા છતાં રોગ વધતો રહે અને જાતભાતની બીમારીઓ ઘેરી વળે. એઇડ્સનાં કારણો એઈડ્સ રોગગ્રસ્ત રોગીની સાથે અસુરક્ષિત યૌન સંબંધથી એઈડ્સ રોગગ્રસ્ત રોગીના ઈન્જેકશનની સોયથી એઈડ્સ રોગગ્રસ્ત માતા દ્વારા જન્મનાર બાળકને એઈડ્સ રોગગ્રસ્ત રોગીનું લોહી અન્યને ચડાવવાથી
સૌજન્ય :
DASH BOARD !
Tuesday, 1 December 2015
વિશ્વ એઇડ્સ દિન
Subscribe to:
Post Comments (Atom)
આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online
સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...
-
STD -1 YEAR 1990 GUJARATI BOOK DOWNLOAD CLICK HERE. ⤵⤵ STD -1 OLD BOOK DOWNLOAD CLICK HERE.
-
SHIKSHAK JYOT MAGHAVVA MATE NU ADDRESS & AAPNA PRASHNO NA SOLUTION MATE INFO BY SHIKSHAK JYOT PAGE. --} USEFULL FOR ALL GUJARAT PRIM...
No comments:
Post a Comment