》PSI / ASI ભરતી માં પ્રોવીઝનલ આખર પરિણામ અને તેની જરૂરી સુચનાઓ
(૧) PSI / ASI ભરતી અનવ્યે પ્રોવીઝનલ આખર પરિણામ જાહેર કરવામાં આવે છે. જે નીચે મુજબ છે.
(નોંધઃ- આ પરિણામ પ્રોવીઝનલ/કામચલાઉ છે.)
(૨)સરકારશ્રી ના તમામ નિયમો મુજબ એન.સી.સી,રમત-ગમત,રક્ષા શકિત યુનીવર્સીટી,વિધવા ઉમેદવારો ને મળવા પાત્ર માર્કસ તથા એકસ આર્મીમેન ને મળવા પાત્ર લાભો ઉમેરયા બાદ ઉપરોકત પરિણામ તૈયાર કરવામા આવેલ છે.
(૩) આ પરિણામ સંદર્ભે કોઇ સમસ્યા/રજુઆતો/માર્ગદર્શન સારૂ તા-૧૬/૦૯/૨૦૧૫ સુધીમા ભરતી બોર્ડ કંટ્રોલરૂમ, શાહીબાગ પોલીસ હેડકવાટર્સ અમદાવાદ શહેર ખાતે રૂબરૂમા તેમજ ફોન નં-૦૭૯ ૨૫૬૨૬૪૧૫ પર કલાક ૧૧:૦૦ થી ૧૮:૦૦ સુધીમાં (જાહેર રજાનાં દિવસો સિવાય) સંપર્ક કરી શકાશે.(નોધ- રીઝલ્ટ અંગે ની રજુઆતમાં ફક્ત એન.સી.સી. અથવા આર.એસ.યુ. માર્કસ સંબધીત અરજી લેખીતમાં તથા રૂબરૂ માં સ્વીકારવામાં આવશે.આ સીવાયની અન્ય રજૂઆતો ધ્યાને લેવામા આવશે નહી)
(૪) ઇન્ટરવ્યુ સમયે જે ઉમેદવારોની ઉચાઇની તપાસણી કરવામા આવેલ હતી અને જે ઉમેદવારો સરકારશ્રી ના પ્રવર્તમાન નિયમો મુજબની ઉચાઇ ધરાવતા ન હતા તે તમામ ઉમેદવારોને ગેરલાયક ઠરાવવામાં આવેલ છે.
(૫) નામદાર હાઇકોર્ટના SCA નં. ૧૨૪૫૧/૨૦૧૫ ના ચુકાદા અન્વયે આખર પરિણામ યાદીમાં એક જગ્યા ખાલી રાખવામાં આવેલ છે.
(૬) પોતાનુ વ્યકિતગત વિગતવાર નું પરીણામ જોવા નીચે કલીક કરો.
》Click here
(૭) જે ઉમેદવારે લેખિત પરીક્ષાના પરિણામ અન્વયે રીચેકીંગ માટે અરજી કરેલ હતી. તેમનુ રીચેકીંગ બાદનુ પરિણામ જોવા નીચે કલીક કરો.
》Click here
(૮) A- જે ઉમેદવારના માર્કસ સરખા છે. તેમજ એ પૈકી જેણે રમત ગમતના વધારાના ગુણ મેળવેલ છે. તેને સરકારશ્રીના પરીપત્રોને ધ્યાને લઇ રમતવીરને મેરીટમાં અગ્રતા આપવામાં આવેલ છે. B- આ સિવાય જે ઉમેદવારોના માર્કસ સરખા છે, તેમને ઉંમરના આધારે વધુ ઉંમરવાળા ઉમેદવારને અગ્રતા આપવામાં આવેલ છે.
No comments:
Post a Comment