મુખ્યમંત્રી અમૃતમ “માં વાત્સલ્ય” યોજના
મિત્રો ઓછી આવક ધરાવતા ગરીબ પરિવારો માટે એક ખુબ જ સરસ યોજના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત દ્વારા ચાલુ કરવામાં આવી છે. આ પોસ્ટ ખાસ શેર કરજો જેથી કરીને કોઈ ગરીબ પરિવાર ને જાણ ના હોય તો એ યોજના નો લાભ લઇ શકે.
આવો જાણીએ થોડું આ યોજના વિશ
જે પરિવાર ની વાર્ષિક આવક 120000 કરતા ઓછી હોય તે આ યોજના માં જોડાઈ શકે છે.
એક જ કુટુંબ ના તમામ સભ્યો (મહત્તમ 5 વ્યક્તિ) આ યોજના નો લાભ લઇ શકે છે. આ યોજના મુજબ નીચે દર્શાવેલ સાત ગંભીર બીમારીઓ માં મફત સારવાર નોધાયેલી ખાનગી તથા સરકારી હોસ્પિટલ માંથી મળી શકશે.
1. ગંભીર રીતે દાઝેલા
2. હ્રદય ના રોગો
3. કેન્સર
4. મગજ ના રોગો
5. કીડની ના રોગો
6. ગંભીર ઈજાઓ
7. નવજાત શિશુ ના જન્મજાત રોગો
ઉપર ની બીમારીઓની ૫૪૪ જેટલી પ્રોસીજર માટે ઉત્તમ પ્રકારની સારવાર આપવામાં આવે છે.
ઉપર ની તમામ બીમારીઓ માટે રાજ્યસરકાર તરફ થી 200000 રૂપિયા ની સહાય મળી શકશે. આ ઉપરાંત હોસ્પિટલ આવવા જવાના ભાડા પેટે 300 રૂ. પણ ચુક્કવામાં આવશે.
“માં” કાર્ડ ધરાવતો લાભાર્થી યોજના સાથે જોડાયેલ 46 ખાનગી જેવી કે સ્ટર્લીંગ ગ્રુપ, નારાયણ રુદ્રાલય, બેન્કર્સ હાર્ટ, સત્ય સાઈ, ભારત કેન્સર તેમજ સરકારી હોસ્પિટલો માં જઈ લાભ લઇ શકે છે.
આ યોજના નું કાર્ડ બનાવવા માટે નજીક ના તાલુકા આરોગ્ય કાર્યાલય નો સંપર્ક કરો.
લાભાર્થી ને પુરાવા માં આવક નો દાખલો, રેશનકાર્ડ, ઈલેક્શન કાર્ડ ઓરીજીનલ તથા નકલ સાથે લઇ ને જવાનું રહેશે.
વધુ જાણકારી માટે આ ટોલ ફ્રી નંબર પર વાત કરી શકો છો 1800 233 1022
No comments:
Post a Comment