સીસીસી ૨જીસ્ટ્રેશન માટે ની સુચનાઓ
૧.ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.૧૦/૦૮/૨૦૧૫ થી ૧૩/૦૮/૨૦૧૫ સુધી ઓપન રહેશે.આ દરમમયાન ઉમેદવારોએ પોતાનું નામ (સર્વિસબુક પ્રમાણે), મોબાઈલ નંબર અને ઉચ્ચ પગારધોરણ/બઢતીની ડ્યુતારીખ લખવાની રહેશે. આ ત્રણ માહિતી પાછળથી બદલાશે નહી ઉપરની ત્રણ માહિતી આપવાથી ઉમેદવારોના એક એપ્લીકેશન નંબર કોમ્પ્યુટર સ્કીન પર બતાવશે જે ઉમેદવારે લખી લેવાનો રહેશે. ત્યાર પછીના તમામ કાર્ય માટે આ એપ્લીકેશન નંબર નો ઉપયોગ કરવાનો રહેશે. ૨. તા.૧૦/૦૮/૨૦૧૫ થી ૧૫/૦૮/૨૦૧૫ સુધીમાં ઉમેદવારે પોતાનો એપ્લીકેશન નંબર નાખીને માગેલી માહિતી એન્ટર કરવાની રહેશે. રજીસ્ટ્રેશન ફોર્મ સંપૂર્ણ ભરાઈ જાય પછી સેવ કરીને તેણી એક પ્રિન્ટ કોપી કાઢવાની રહેશે. ૩. એક વખત પ્રિન્ટ લીધા પછી કોઈ જ માહિતી બદલી શકાશે નહિં. ૪. આ પ્રિન્ટેડ રજીસ્ટ્રેશન ફોર્મમાં ઉમેદવારે પોતાની અને ખાતામાં વડા/આચાર્યની સહી તથા સિક્કો (બને જગ્યાએ) કરાવાના રહેશે.આ સહી તથા સિક્કા વગરના ફોર્મ અધૂરા ગણાશે અને સ્વીકારવામાં આવશે નહિં. ૫. રજીસ્ટ્રેશન ફી રૂ.૧૦૦ (માત્ર થીયરી પરીક્ષા માટે), રૂ.૧૦૦ (માત્ર પ્રેક્ટીકલ પરીક્ષા માટે), રૂ.૨૦૦ (થીયરી અને પ્રેક્ટીકલ પરીક્ષા માટે) છે. જે ઉમેદવારે ઓનલાઈન ભરવાની રહેશે. ક્રેડીટકાર્ડ/ ડેબીટકાર્ડ/ ઈન્ટરનેટ બેન્કીંગ માટે બ્રાંચ નામ માં SBI લખવાનું રહેશે. ૬.પ્રિન્ટેડ રજીસ્ટ્રેશન ફોર્મમાં જો ફોટો સ્પષ્ટ દેખાતો નહિ હોય તો ઉમેદવારે પાસપોર્ટ સાઈઝ નો ફોટો લગાવી, ક્રોસ સહી કરવાની રહેશે. તથા સ્કેન કરેલ ફોટો પોતાના એપ્લીકેશન નંબરની સાથે ccc@gtu.ac.in પર મોકલવાની રહેશે. ફોટો સ્પષ્ટ દેખાતો હોય તો પછી થી બદલવો નહિ ૭. રજીસ્ટ્રેશન ફોર્મ તથા કચેરી તરફથી મળેલ ઓળખપત્ર માં નામ સરખું હોવું જરૂરી છે. જો નામ માં તફાવત હશે તો અરજી સ્વીકારવામાં આવશે નહિ. ૮. GTUમા જમા કરવાના ડોક્યુમેન્સ નીચે મુજબના હોવા જોઈએ. A. ઓરીજીનલ રજીસ્ટ્રેશન ફોર્મ પ્રિન્ટ આઉટ ઉમેદવાર ની સહી તથા HOD ની સહી અને સિક્કા સાથે. B. ઓરીજનલ બેંક ચલણ કોપી (ડીપોસીટર કોપી) C. ઓળખપત્ર ની નકલ (હાલની સર્વિસનું ઓળખપત્ર) ૯. ઉમેદવારે પોતાની એપ્લીકેશન દર્શાવેલ પુરાવા સાથે GTU માં વ્યક્તિગત આવીને અથવા પોસ્ટ થી નીચેના સરનામાં પર તા.૨૦/૦૮/૨૦૧૫ (જાહેર રજાના દિવસો સિવાય) સુધીમાં પહોચાડવાના રહેશે. રજીસ્ટ્રાર, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી વિશ્વકર્મા સરકારી કોલેજ ની પાસે, વિસત ત્રણ રસ્તાની પાસે, સાબરમતી કોબા હાઈવે, ચાંદખેડા – અમદાવાદ. ૩૮૨૪૨૪. ૧૦.તા.૨૦/૦૮/૨૦૧૫ પછી એપ્લીકેશન સ્વીકારવામાં આવશે નહિ. ૧૧. પોસ્ટમાં થતા વિલંબ માટે GTU જવાબદાર રહેશે નહિ. ૧૨.એપ્લીકેશન ફોર્મ ની પૂછપરછ માટે 079 23267616 પર સંપર્ક કરવો. ૧૩.રોજના અંદાજીત 200 પરીક્ષાથીઓની પરીક્ષા લેવામાં આવશે. ૧૪.દરેક ઉમેદવારે પરીક્ષા દરમિયાન લાયસન્સ, આધારકાર્ડ, પાસપોર્ટ, ઈલેક્શનકાર્ડ અથવા પાનકાર્ડ (આ બધામાંથી કોઈ એક) ફરજીયાત લાવવાનું રહેશે.
DASH BOARD !
Sunday, 9 August 2015
CCC REGESTRATION MATENI SUCHNAO
Subscribe to:
Post Comments (Atom)
આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online
સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...
-
STD -1 YEAR 1990 GUJARATI BOOK DOWNLOAD CLICK HERE. ⤵⤵ STD -1 OLD BOOK DOWNLOAD CLICK HERE.
-
SHIKSHAK JYOT MAGHAVVA MATE NU ADDRESS & AAPNA PRASHNO NA SOLUTION MATE INFO BY SHIKSHAK JYOT PAGE. --} USEFULL FOR ALL GUJARAT PRIM...
No comments:
Post a Comment