૧) વર્ષ 2015 ના અર્જુન એવોર્ડ માટેના નામોની જાહેરાત 12 ઓગસ્ટના રોજ કરવામાં આવી છે.
૨) દર વર્ષે 15 નામ જાહેર કરાય છે, પરંતુ આ વર્ષે 17 નામની યાદી જાહેર કરવામાં આવી છે.
૩) અર્જુન એવોર્ડ આપવા માટે 12 સદસ્યોની કમિટી દ્વારા નામની ઘોષણાની કાર્યવાહી કરવામાં આવે છે.
૪) દર વર્ષે 29 ઓગસ્ટના રોજ દેશના રાષ્ટ્પતિ દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે.
૫) 29 ઓગસ્ટ મેજર ધ્યાનચંદનો જન્મ દિવસ હોવાથી આ દિવસ સ્પોર્ટ્સ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
૬) આ વર્ષના 17 ખેલાડીઓને રાષ્ટ્રપતિશ્રી દ્વારા 29 ઓગસ્ટ 2015 ના રોજ અર્જુન એવોર્ડ આપવામાં આવશે.
૭) અર્જુન પુરસ્કારમાં એક સ્મૃતિ ચિન્હ તથા પાંચ લાખ રૂ.ની રકમ આપવામાં આવે છે.
૮) રમત ક્ષેત્રે અપાતા ખેલરત્ન એવોર્ડ માટે 7.5 લાખ રૂ. ની રકમ આપવામાં આવે છે.
No comments:
Post a Comment