સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો.
મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ઇન કરવાનું કામ કરો.
તમારી પાસેથી જે વિગતો પૂછવામાં આવે છે તેને ભરો.
સંપૂર્ણ વિગતો ભર્યા બાદ Send OTP પર ક્લિક કરવાનું કામ કરો.
તમારા મોબાઈલ પર એક OTP આવશે.
જમણી બાજુએ આપેલા બોક્સમાં આ OTP લખો અને સબમિટ OTP પર ક્લિક કરો.
હવે તમે આગલા પેજ પર જાઓ. અહીં Aadhaar Services New Enrollment and Update Aadhaar નો વિકલ્પ દેખાશે. અહીં અપડેટ આધાર પર ક્લિક કરો.
આગલી સ્ક્રીન પર તમે નામ, આધાર નંબર, રહેઠાણનો પ્રકાર અને તમે શું અપડેટ કરવા માંગો છો જેવાં વિકલ્પો દેખાવા લાગશે.
અહીં તમને ઘણા ફરજિયાત વિકલ્પો મળશે, જે તમારે ભરવાના રહેશે. ‘what do you want to update’ વિભાગ પર મોબાઇલ નંબર પસંદ કરો.
આગળના પેજ પર તમને મોબાઈલ નંબર અને કેપ્ચા લખવાનું કહેવામાં આવશે. પૂછવામાં આવતી તમામ વિગતો ભરો.
હવે Send OTP પર ક્લિક કરો.
હવે તમારા મોબાઈલ પર આવેલા OTPને એન્ટર કરો અને તેને વેરિફાઈ કરો.
હવે Save અને Proceed પર ક્લિક કરો.
છેલ્લી વખત ફરી બધી વિગતોને ચેક કરો.
જો બધી વિગતો સાચી હોય, તો હવે તમે સબમિટ બટન દબાવો.
હવે તમને એપોઇન્ટમેન્ટ ID સાથે સક્સેસ સ્ક્રીન મળશે.
અહીં બુક એપોઇન્ટમેન્ટ વિકલ્પ પર ક્લિક કરો અને આધાર એનરોલમેન્ટ સેન્ટરમાં સ્લોટ બુક કરવાનું કામ કરો.
*જાણો ઑફલાઇનની કઇ છે રીત?*
જો તમે તમારા આધારમાં કેટલાંક ફેરફારો કરવા માંગો છો, તો પછી જાતે જ આધાર એનરોલમેન્ટ અથવા અપડેટ સેન્ટર પર જાઓ.
અહીં તમે આધાર અપડેટનું ફોર્મ ભરો.
ફોર્મ પર તમારો વર્તમાન મોબાઇલ નંબર એન્ટર કરો.
આધાર નોંધણી કેન્દ્ર પર હાજર પ્રતિનિધિ તમારી વિનંતી રજીસ્ટર કરશે.
તમારી વિનંતી રજીસ્ટર કર્યા બાદ અહીંથી તમને એક પાવતી મળશે. જેની પર URN અપડેટ રિક્વેસ્ટ નંબર એન્ટર કરવામાં આવશે.
આ સર્વિસ માટે તમારે 25 રૂપિયા ચૂકવવા પડશે.